શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લિફ્ટમાં સવાર હતા આ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, અચાનક તૂટી પડીને........
કમલનાથ જે લિફ્ટમાં સવાર હતા તે તૂટી પડ્યાનું જાણ્યા બાદ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. લિફ્ટ એન્જિનિયરને બોલાવી દરવાજો તોડીને કમલનાથ સહિત તમામ નેતાઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
ઈન્દોરઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનો રવિવારે આબાદ બચાવ ગયો હતો. પોતાના સાથી મિત્રની હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા ગયેલા કમલનાથ જે લિફ્ટમાં સવાર હતા તે તૂટી પડતાં 10 ફૂટ નીચે પટકાઈ હતી. જેને લેઇ થોડીવાર માટે અફડા તફડી મચી ગઈ હતી.
મળતી વિગત પ્રમાણે, રવિવારે કમલનાથ ઈન્દોર આવ્યા હતા. જેવી તેમને ખબર પડી કે તેમના પૂર્વ સાથે રામેશ્વર પટેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે તો તેઓ ખબર અંતર પૂછવા ગયા હતા. તેમની સાથે સજ્જન સિંહ વર્મા અને જીતુ પટવારી પણ હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ તેઓ લિફ્ટમાં સવાર થયા, પરંતુ લિફ્ટ ઉપર જવાના બદલે નીચે આવી અને દરવાજો બંધ થઈ ગયો.
કમલનાથ જે લિફ્ટમાં સવાર હતા તે તૂટી પડ્યાનું જાણ્યા બાદ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. લિફ્ટ એન્જિનિયરને બોલાવી દરવાજો તોડીને કમલનાથ સહિત તમામ નેતાઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થયા બાદ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ કમલનાથના ખબર અંતર પૂછ્યા હતા.
ઈંદોર કલેકટરે પણ આ દુર્ઘટનાના આદેશ આપ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion