શોધખોળ કરો
Advertisement
રાજસ્થાનથી રાજ્યસભા જશે મનમોહન સિંહ, 13 ઓગસ્ટે નોંધાવશે ઉમેદવારી
રાજસ્થાન રાજ્યસભા બેઠક મનમોહન સિંહ માટે સુરક્ષિત માનવામાં આવી રહી છે, કારણ કે કૉંગ્રેસ પાસે બહુમત છે. એવામાં કૉંગ્રેસને રાજ્યસભામાં જીતની આશા છે.
નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભાની એક સીટ યોજાનારી પેટા ચૂંટણીમાં કૉંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવશે. સૂત્રો અનુસાર કૉંગ્રેસે રાજ્યસભાની એક સીટ માટે થનારી પેટાચૂંટણી માટે મનમોહનસિંહને ઉમેદવાર બનાવવાનો નિર્ણય લીધો છે. અને આગામી 13 ઓગસ્ટે જયપૂર પહોંચીને ઉમેદવારી ફોર્મ ભરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ મદનલાલ સૈનીના નિધન બાદ રાજસ્થાનમાં રાજ્યસભાની એક બેઠક ખાલી છે. જેના માટે પેટા ચૂંટણી થઈ રહી છે. રાજસ્થાન રાજ્યસભા બેઠક મનમોહન સિંહ માટે સુરક્ષિત માનવામાં આવી રહી છે, કારણ કે કૉંગ્રેસ પાસે બહુમત છે. એવામાં કૉંગ્રેસને રાજસ્થાનમાં રાજ્યસભામાં જીતની આશા છે. મનમોહનસિંહ આસમથી રાજ્યસભા સભ્ય હતા અને તેમનો કાર્યકાળ ગત 14 જૂને પૂરો થયો હતો. તેઓ 1991થી 2019 સુધી રાજ્યસભા સાંસદ રહ્યા છે.
કૉંગ્રેસ પાસે હાલમાં 112 ધારાસભ્યો છે અને 11 અપક્ષ ધારાસભ્યો કૉંગ્રેસના સમર્થનમાં છે, જ્યારે ભાજપ પાસે માત્ર 72 ધારાસભ્યો છે. એવામાં કૉંગ્રેસ પાસે આ રાજ્યસભા બેઠક જીતવાની તક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement