શોધખોળ કરો
Advertisement
BJPના આ દિગ્ગજ નેતાનું હૃદય રોગના મુહલાથી થયું નિધન, થોડા સમય પહેલા જ ટ્વિટ કરીને.....
નિધનના બે કલાક પહેલા જ શર્માએ ટ્વિટર પર લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
નવી દિલ્હીઃ ભાજપના પંજાબ એકમના પૂર્વ અધ્યક્ષ કલમ શર્માનું ફિરોઝપુર જિલ્લામાં રવિવારે સવારે હૃદય રોગના હુમલાથી નિધન થયું છે. શર્માએ નજીકના સંબંધીએ જણાવ્યું કે, શર્મા સવારે બહાર નીકળ્યા હતા ત્યારે તેમને હાર્ટ એકેટ આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, તેમણે તાત્કાલીક સ્થાનીક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
શર્માના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. નિધનના બે કલાક પહેલા જ શર્માએ ટ્વિટર પર લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. ક્મલ શર્માના નિધન પર ભાજપના તમામ નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે અને પરિવાર પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી છે.
ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમના દેહાંત પર શોક વ્યક્ત કર્યો છે. નડ્ડાએ ટ્વીટ કરીને લખ્યું, ‘મારા મિત્ર, ભાજપ (પંજાબ)ના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા શ્રી કમલ શર્માજીના આકસ્મિક નિધનથી શોક સ્તબ્ધ છું. તેમનું નિધન સંઘગઠન માટે અપૂરણીય ખોટ છે.’ જણાવીએ કે, કમલ શર્માને માર્ચ 2017માં પણ હૃદય રોગનો હુમલો આવ્યો હતો. ત્યારે ડીએમસી હીરો હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરોએ તેમના હૃદયના આરટરીજમાં એક સ્ટેન્ટ મુક્યું હતું. ત્યારે તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યાર બાદ પરિવારના લોકો તેમને તરત હોસ્પિટલ લઈ ગયા હતા. તે સમયે કમલ શર્માની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી હતી.मेरे मित्र, भाजपा (पंजाब) के पूर्व प्रदेश अध्यक्ष एवं वरिष्ठ नेता श्री कमल शर्मा जी के आकस्मिक निधन से मैं शोक स्तब्ध हूँ। उनका निधन संगठन के लिए अपूरणीय क्षति है। ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें व शोकाकुल परिवार को यह दुःख सहने की शक्ति दें। ॐ शांतिः
— Jagat Prakash Nadda (@JPNadda) October 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
સ્પોર્ટ્સ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion