Punjab Politics: પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ભાજપમાં સામેલ થશે, પાર્ટીનો પણ થશે વિલય
પંજાબ(punjab)ના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસ (PLC)ના અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહ(captain amarinder singh) આજે ભાજપમાં જોડાશે.
Captain Amarinder Singh: પંજાબ(punjab)ના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસ (PLC)ના અધ્યક્ષ કેપ્ટન અમરિંદર સિંહ(captain amarinder singh) આજે ભાજપમાં જોડાશે. તેમની સાથે તેમનો પુત્ર અને પુત્રી પણ ભાજપમાં જોડાશે અને તેમની પાર્ટી પીએલસીનું વિલિનીકરણ કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પાર્ટીમાં જોડાશે. આ પહેલા તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે.
અમરિંદર સિંહે ગયા વર્ષે મુખ્યમંત્રી પદ પરથી અચાનક રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ છોડી દીધી હતી અને પીએલસીની રચના કરી હતી. પીએલસીએ ભાજપ અને સુખદેવ સિંહ ધીંડસાની આગેવાનીવાળી શિરોમણી અકાલી દળ (યુનાઈટેડ) સાથે ગઠબંધનમાં વિધાનસભા ચૂંટણી લડી હતી. જો કે, તેનો કોઈ ઉમેદવાર જીતી શક્યો ન હતો અને સિંહ પોતે પણ તેના ગઢ પટિયાલા સિટી સીટ પરથી હાર્યા હતા.
કેપ્ટનના પત્ની કોંગ્રેસના સાંસદ છે
પીએલસીના પ્રવક્તા પ્રીતપાલ સિંહ બલિયાવાલે અગાઉ કહ્યું હતું કે કેપ્ટન સોમવારે દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પાર્ટીમાં જોડાશે. સૂત્રોએ જણાવ્યું કે અમરિન્દર સિંહના પુત્ર રાનિંદર સિંહ અને પુત્રી જય ઈન્દર કૌર પણ તેમની સાથે ભાજપમાં જોડાશે. તેમની સાથે રાજ્યના કેટલાક અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાશે. પૂર્વ મુખ્યમંત્રી સિંહની પત્ની પ્રનીત કૌર પટિયાલાથી કોંગ્રેસના સાંસદ છે.
અમરિંદર સિંહ પીએમ મોદીને પણ મળ્યા હતા
પીએલસીને પાર્ટી સાથે મર્જ કરીને ભાજપ પંજાબમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગે છે. કરોડરજ્જુની સર્જરી બાદ તાજેતરમાં લંડનથી પરત ફર્યા બાદ અમરિન્દર સિંહ (Captain Amarinder Singh)વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Amit Shah)ને મળ્યા હતા. અમરિન્દર સિંહે 12 સપ્ટેમ્બરના રોજ શાહ સાથેની તેમની મુલાકાત બાદ કહ્યું હતું કે તેઓએ રાષ્ટ્રીય સુરક્ષા, પંજાબમાં માદક દ્રવ્ય-આતંકવાદના વધતા કેસ અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે ભાવિ રોડમેપ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ખૂબ જ ફળદાયી ચર્ચા કરી હતી. બે વખતના મુખ્યમંત્રી રહી ચૂકેલા સિંહ અગાઉના પટિયાલા રાજવી પરિવાર(Patiala Royal Family) ના વંશજ છે.
આ વર્ષે માર્ચમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કેપ્ટનની પાર્ટીનો ખરાબ રીતે પરાજય થયો હતો. ખુદ કેપ્ટન પણ પોતાની સીટ બચાવી શક્યા ન હતા. વર્ષ 1992માં પણ કેપ્ટન સાથે આવું જ કંઈક થયું હતું. 1998માં, જ્યારે અમરિન્દર સિંહે તેમની પાર્ટીને કોંગ્રેસમાં વિલય થયો હતો, ત્યારે તેમણે રાજીન્દર કૌર ભટ્ટલની જગ્યાએ પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યા.