શોધખોળ કરો
Advertisement
મહાગઠબંધનમાં સામેલ થયા ઉપેન્દ્ર કુશવાહા, કોગ્રેસે કહ્યું- બેઠક ફાળવણીને લઇને કોઇ મુશ્કેલી નહીં
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી)ના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા મહાગઠબંધનમાં જોડાઇ ગયા છે. કોગ્રેસના સીનિયર નેતા અહમદ પટેલે તેમનુ સ્વાગત કર્યું હતું. કોગ્રેસે કહ્યું હતું કે, કુશવાહા દેશની ચિંતા કરે છે. કોગ્રેસના બિહાર પ્રભારી શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, અમારી વચ્ચે બેઠકની ફાળવણીને લઇને કોઇ મુશ્કેલીઓ આવશે નહીં. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ વિચારધારાનું ગઠબંધન છે. દિલ્હીમાં કોગ્રેસની ઓફિસમાં કુશવાહાએ મહાગઠબંધનમાં સામેલ થવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી અને વરિષ્ઠ સમાજવાદી નેતા શરદ યાદવ પણ હાજર રહ્યા હતા.
આ અવસર પર બિહાર વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, આ દેશને બચાવવાની લડાઇ છે. દેશની બંધારણીય સંસ્થાઓ જેવી કે સીબીઆઇ, આરબીઆઇને બચાવવાની લડાઇ છે. નરેન્દ્ર મોદી સરકારે દેશના જનાદેશનું અપમાન કર્યું છે. કુશવાહાજીનું મહાગઠબંધનમાં સ્વાગત છે. જીતનરામ માંઝીનો ઉલ્લેખ કરતા તેજસ્વી યાદવે કહ્યું કે, આ અગાઉ એનડીએમાં હતા પરંતુ યોગ્ય નિર્ણય લેતા તેઓ અલગ થઇ ગયા છે. એટલું જ નહી તેજસ્વી યાદવે કહ્યું કે, બિહારને વડાપ્રધાન મોદીએ દગો આપ્યો છે. તેમણે રાજ્યને કાંઇ આપ્યું નથી. મુખ્યમંત્રી નીતિશ કુમાર જણાવે કે કેન્દ્ર સરકાર તરફથી બિહારને શું મળ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement