(Source: ECI/ABP News/ABP Majha)
Kochi: આ યુનિવર્સિટીમાં મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન નાસભાગ મચતા 4 વિદ્યાર્થીઓના મોત, અનેક ઘાયલ
Kochi Cusat University: કેરળના કોચી સ્થિત CUSAT યુનિવર્સિટીમાં શનિવારે મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. યુનિવર્સિટીમાં નાસભાગમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.
Kochi Cusat University: કેરળના કોચી સ્થિત CUSAT યુનિવર્સિટીમાં શનિવારે મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. યુનિવર્સિટીમાં નાસભાગમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે આ અકસ્માત નિખિતા ગાંધીના કોન્સર્ટ દરમિયાન થયો હતો.
Kerala | Stampede-like situation at CUSAT University in Kochi. Four students dead and many injured as per Health Minister Veena George. The accident took place during a music concert by Nikhita Gandhi that was held in the open-air auditorium on the campus. Arrangements have been…
— ANI (@ANI) November 25, 2023
મળતી માહિતી મુજબ, યુનિવર્સિટી કેમ્પસના ઓપન-એર ઓડિટોરિયમમાં મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ઘાયલોની સારવાર માટે કલામસેરી મેડિકલ કોલેજમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઘટના કેમ્પસમાં ખુલ્લા ઓડિટોરિયમમાં આયોજિત નિખિતા ગાંધીની આગેવાની હેઠળના મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન બની હતી. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પરંતુ અહેવાલો અનુસાર, તેમાંથી બે વિદ્યાર્થિનીઓ છે અને બે વિદ્યાર્થીઓ છે.
પરિસરમાં ભારે વરસાદને કારણે કોન્સર્ટ સ્થળની અંદર ભારે ભીડ હતી. ઘણા વિદ્યાર્થીઓને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓછામાં ઓછા 46 વિદ્યાર્થીઓને કલામસેરીની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અહેવાલો અનુસાર, ગેટ પાસ સાથે કોન્સર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. જો કે, વરસાદ પડતાં પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ હતી અને બહાર રાહ જોઈ રહેલા લોકો આશ્રય લેવા માટે ઓડિટોરિયમમાં પ્રવેશ્યા હતા અને નાસભાગ મચી ગઈ હતી.
#WATCH | Kochi | Four students died and several others were injured in a stampede at CUSAT University in Kochi. The accident took place during a music concert that was held in the open-air auditorium on the campus.
— ANI (@ANI) November 25, 2023
(Outside visuals from the hospital) pic.twitter.com/ahz3hB8ZuR
બે લોકોની હાલત ગંભીર છે
ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, એર્નાકુલમ જિલ્લા કલેક્ટર એનએસકે ઉન્મેશે જણાવ્યું કે ઘાયલોમાં બેની હાલત ગંભીર છે. ઘટનાને જોતા અમે શહેરની તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દીધી છે. હાલ મૃતકોની ઓળખ થઈ નથી. પોલીસના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીની અંદરના ઓપન-એર ઓડિટોરિયમમાં નાસભાગ મચી ગઈ હતી. આ કાર્યક્રમમાં અન્ય કોલેજોના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.