(Source: ECI/ABP News/ABP Majha)
G20 Summit 2023: સીક્રેટ સર્વિસની ટીમ, 50થી વધુ સુરક્ષા ગાડીઓ, આવી હશે US રાષ્ટ્રપતિની સુરક્ષા
G20 Summit India: દિલ્હી G20 સમિટની યજમાની કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે
G20 Summit India: દિલ્હી G20 સમિટની યજમાની કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પણ G20માં ભાગ લેવા ભારત આવી રહ્યા છે. બાઇડનની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તે દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલમાં રોકાશે છે. આ જ કારણ છે કે હોટલમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એક રીતે હોટલને 'સુરક્ષા કવચ'માં ફેરવવામાં આવી રહી છે.
PM Modi, Biden expected to discuss on G20 agenda, multilateral development bank reform: White House
— ANI Digital (@ani_digital) September 7, 2023
Read @ANI Story | https://t.co/XHvsNLDZ9u#G20 #PMModi #Biden pic.twitter.com/OyaYd5zBu4
ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન તેમના વિશેષ વિમાન એરફોર્સ વન મારફતે અહી પહોંચશે. તેની સાથે અમેરિકન ગુપ્તચર વિભાગના સુરક્ષાકર્મીઓ અને વાહનોનો આખો કાફલો પણ ભારત પહોંચી રહ્યો છે.
ભારતની સુરક્ષા એજન્સીઓની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનની સુરક્ષામાં 'અમેરિકન સિક્રેટ સર્વિસ'ના લગભગ ત્રણસો વિશેષ કમાન્ડો તૈનાત કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે દિલ્હીના રસ્તાઓ પર વાહનોનો સૌથી મોટો કાફલો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનો હશે. બાઇડનના કાફલામાં 50 થી વધુ વાહનોનો સમાવેશ કરવામાં આવશે
હોટેલની સુરક્ષા કેવી છે?
સ્ટેટ્સમેનના રિપોર્ટ અનુસાર, આઈટીસી મૌર્ય હોટલના દરેક ફ્લોર પર સિક્રેટ સર્વિસ કમાન્ડો તૈનાત છે. બાઇડનને 14મા માળે તેમના રૂમમાં લઈ જવા માટે એક ખાસ લિફ્ટ લગાવવામાં આવશે. બાઇડન અને તેમની ટીમ માટે 400 હોટલ રૂમ બુક કરવામાં આવ્યા છે. સુરક્ષાની તૈયારીઓને ધ્યાનમાં રાખીને સરદાર પટેલ માર્ગ અને હોટલની આસપાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું. સુરક્ષામાં કોઈ ક્ષતિ ન રહે તેની સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે.
NSG કમાન્ડો, CRPF અને દિલ્હી પોલીસના જવાનોએ સંયુક્ત રીતે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે. આઈટીસી મૌર્ય હોટલની બહાર ગાર્ડન એરિયામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ડોગ સ્ક્વોડ અને સર્વેલન્સ માટે અલગ-અલગ સાધનો મૂકવામાં આવ્યા છે. CRPFના જવાનોને દેખરેખ માટે અહીં તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા કર્મચારીઓ સુરક્ષા માટે 'એક્સપ્લોઝિવ વેપર ડિટેક્શન' (EVD) સાધનોનો પણ ઉપયોગ કરી રહ્યા છે.
બાઇડન 'બિસ્ટ' કારમાં મુસાફરી કરશે
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડનની બિસ્ટ કાર પણ ભારત પહોંચી ગઈ છે. બાઇડનના કાફલામાં બે બીસ્ટ કાર સહિત 50 કાર હશે. તેઓ આ કારમાં જ ભારતમાં ફરશે. આર્મર્ડ બીસ્ટ કાર પર ગોળીઓની કોઈ અસર થતી નથી. તે સ્ટીલ એલ્યુમિનિયમ સિરામિક ટાઇટેનિયમમાંથી બનાવવામાં આવી છે. આ વાહન માત્ર બુલેટ પ્રૂફ નથી, પરંતુ તે રાસાયણિક, જૈવિક અને પરમાણુ જોખમો સામે રક્ષણ આપવાનું પણ કામ કરે છે.
10 ટનનું વજન ધરાવતી આ કારમાં રાષ્ટ્રપતિ સિવાય 6 વધુ લોકો બેસી શકે છે. કારમાં 8 ઇંચની આર્મર પ્લેટ, પંપ એક્શન ગન અને રોકેટ પાવર ગન પણ લગાવવામાં આવી છે. જ્યારે બાઇડનનો કાફલો રવાના થશે, ત્યારે તેમાં સિક્રેટ સર્વિસ એજન્ટ્સ, એફબીઆઈ અને સીઆઈએ અધિકારીઓ સહિત 100 લોકોનો સ્ટાફ હશે. આ ઉપરાંત પ્રવાસ દરમિયાન એમ્બ્યુલન્સ પણ હાજર રહેશે. સૂત્રોએ જણાવ્યું છે કે બાઇડનની સુરક્ષા માટે અમેરિકાથી 1000થી વધુ સુરક્ષા અધિકારીઓ પણ આવી રહ્યા છે.