શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશના 28માં આર્મી ચીફ બન્યા મનોજ મુકુંદ નરવાણે, જનરલ બિપિન રાવતે સોંપી કમાન
39 વર્ષની ગૌરવમય સેવા બાદ મનોજ મુકુંદ નરવાણે આજે ભારતીય સેનાના શિખર પર પહોંચી ગયા છે
નવી દિલ્હીઃ દેશના નવા સેના પ્રમુખ તરીકે આજે જનરલ મનોજ મુકુંદ નરવાણેએ કમાન સંભાળી લીધી છે. પૂર્વ સેના પ્રમુખ બિપિન રાવતે તેમને સેનાની કમાન સોંપી દીધી છે. જનરલ મનોજ મુકુંદ નરવાણે દેશના 28માં સેના પ્રમુખ બન્યા છે, અને આગામી ત્રણ વર્ષ સુધી તે આ પદ પર રહેશે.
જનરલ મનોજ મુકુંદ નરવાણે 59 વર્ષના છે. વળી, જનરલ બિપિન રાવતે 65 વર્ષના ઉંમર સુધી દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ હશે.
મનોજ મુકુંદ નરવાણે સેનામાં શોર્ય અને સમર્પણ માટે, પરમ વિશિષ્ઠ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલ અને વિશિષ્ઠ સેવા મેડલથી સન્માનિત છે. 39 વર્ષની ગૌરવમય સેવા બાદ મનોજ મુકુંદ નરવાણે આજે ભારતીય સેનાના શિખર પર પહોંચી ગયા છે. જૂન 1980માં સિખ લાઇટ ઇન્ફ્રેન્ટી રેઝિમેન્ટની સાતમી બટાલિયનથી નોકરીની શરૂઆત કરનારા નરવાણેને આતંક વિરોધી અભિયાનો અને ચીન મામલોના એક્સપર્ટ માનવામાં આવે છે.
નવા સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવાણે સામે હવે પાકિસ્તાન સાથે આતંકવાદ અને ચીન સાથે ડોકલામ મુદ્દો મહત્વનો રહેશે. આ બન્ને મુદ્દાઓને નિપટાવવા નરવાણે માટે મોટો પડકાર છે.General Manoj Mukund Naravane takes over as the 28th Chief of Army Staff, succeeding General Bipin Rawat. pic.twitter.com/ojJFCBIheA
— ANI (@ANI) December 31, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion