શોધખોળ કરો
Advertisement
ગિરિરાજ સિંહે ક્હયું- ‘શાળા અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રાર્થના દરમિયાન હનુમાન ચાલીસા અને ગીતાના પાઠ થાય’
બેગૂસરાયથી ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે એક ધાર્મિક સભા દરમિયાન વિરોધીઓ પર ખૂબ પ્રહાર કર્યા હતા.
નવી દિલ્હીઃ એક બાજુ નાગરિકતા સંશોધન કાયદા પરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તો બીજી બાજુ કેટલાક એવા નેતા છે, જે સરકારની મુશ્કેલીમાં વધારવામાં લાગ્યા છે. પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ હેવ નવી રજૂઆત લઈને આવ્યા છે. ગિરિરાજ સિંહે માગ કરી છે કે શાળામાં હનુમાન ચાલિસા, રામાયણ અને ગીતાના પાઠ કરવા જોઈએ. તેના માટે ગિરારાજે પોતાનો તર્ક પણ આપ્યો છે.
બેગૂસરાયથી ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે એક ધાર્મિક સભા દરમિયાન વિરોધીઓ પર ખૂબ પ્રહાર કર્યા હતા. ગિરિરાજ સિંહે કહ્યું કે, મતદાતા ભગવાન હોય છે અને આજે મતદાતાને કારણે લોકો દેશની વિરૂદ્ધ જવાથી પણ નથી અચકાતા. ગિરિરાજે કહ્યું કે, આજે લોકો પોતાની સભ્યતા અને સંસ્કૃતિ ખોઈ બેઠા છે. સ્થિતિ એ છે કે, હવે લોકો પોતાની માતને મૈયાની જગ્યાએ મમ્મી કહેવાનું પસંદ કરે છે.
ગિરિરાજે આગળ કહ્યું, ‘આજે લોકો પશ્ચિમી સભ્યતાને અપનાવી રહ્યા છે અને ઘરે ઘરે જન્મદિવસ જેવા ઉત્સવ મનાવવામાં આવે છે અને આ ઉત્સવોમાં સભ્યતા અને સંસ્કૃતિની વિરદ્ધ કેક કાપવામાં આવે છે અને મીમબતી ઓલવવામાં આવે છે.’ તેમણે માગ કરી કે, ‘હવે ખાનગી અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાર્થનાની સાથે સાથે ગીતા, રામાયણ અને હનુમાન ચાલીસાના પાઠ પણ હોવા જોઈએ.’
રામ મંદિર પર વિપક્ષો પર કટાક્ષ કરતાં ગિરિરાજ સિંહે કહ્યું, ‘પહેલાની સરકાર એવી જાહેરાત કરી હતી કે મંદિર ત્યાંજ બનાવીશું, પરંતુ તારીખ નહીં જણાવીએ. આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહની સરકારે મંદિર બનાવવાનો સંકલ્પ પણ લીધો અને તારીખની જાહેરાત કરતા ચાર મહિનાની અંદર મંદિર બનાવાવની વાત પણ કહી છે.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement