શોધખોળ કરો
Advertisement
ગર્લફ્રેન્ડને કારણે ઠાર મરાયો આતંકીઓનો 'પોસ્ટર બોય', અન્ય યુવતીઓ સાથેના સંબંધોથી હતી નારાજ
નવી દિલ્હીઃ હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીના એન્કાઉન્ટરને કારણે જમ્મુ કાશ્મીરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. સુરક્ષાદળોએ કેવી રીતે બુરહાનના એન્કાઉન્ટને અંજામ આપ્યો તેને લઇને અનેક માહિતીઓ વહેતી થઇ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, બુરહાનની ગર્લફ્રેન્ડે જ પોલીસને તેના અનંતનાગમાં હાજરીને લઇને માહિતી આપી હતી. ત્યારબાદ સુરક્ષાબળોએ બુરહાનીના એન્કાઉન્ટરને અંજામ આપ્યો હતો. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, બુરહાનને અનેક યુવતીઓ સાથે સંબંધ હોવાના કારણે તેની ગર્લફ્રેન્ડ નારાજ હતી અને તેથી તેણે સુરક્ષાદળોને બુરહાન અંગેની માહિતી આપી હતી.
પોલીસને માહિતી મળી હતી કે કાશ્મીરના ત્રાલના કોકરનાગ વિસ્તારમાં બુરહાન વાની અન્ય આતંકવાદીઓ સાથે છૂપાયો હતો. જેને પગલે ઓપરેશન હાથ ધરાયુ હતું બાદમાં થયેલી અથડામણમાં બુરહાન સહિત બે આતંકીઓ ઠાર મરાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement