(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના સામે લડવા ઈમ્યુનિટી વધારવા લેવાતી ગિલોયથી લીવરને નુકસાન થાય છે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
ગિલોયનું સેવન લીવરને ડેમેજ કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજનું શું છે સત્ય જાણો, આ મામલે મોદી સરકારે શું સ્પષ્ટતા કરી.
કોરોનાની મહામારીમાં ઇમ્યુનિટિ અને કોરોનાની રસીને લઇને અનેક મસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. ગિલોયને લઇને પણ આવો જ એક મેસેજ હાલ સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે. વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે ઇમ્યુનિટી વધારતી ગિલોય લીવર માટે નુકસાનકારક છે.
ઇમ્યુનિટી સાથે તેના ઇલાજ અને વેક્સિનેશનને લઇને અનેક મેસેજ વાયરલ થતાં રહે છે. આવો જ એક મેસેજ હાલ ગિલોયને લઇને પણ વાયરલ થયો છે.વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે ઇમ્યુનિટી વધારતી ગિલોય લીવર માટે નુકસાનકારક છે.
ગિલોય મામલે વાયરલ મેસેજ શું છે?
સોશિયલ મીડિયાના વાયરલ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગિલોયનું સેવન કરવાથી લીવર ડેમેજ થાય છે. વાયરલ મેસેજ મુજબ મુંબઇમાં 6 દર્દીને કમળાની બીમારી થતાં ડોક્ટરે તેમની હિસ્ટ્રી ચેક કરતાં જાણવા મળ્યું હતું કે, તેઓ ગિલોયનું સેવન કરતાાં. ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે થતું ગિલોયનું સેવન લિવરને ડેમેજ કરે છે. આ વાયરલ મેસેજને લઇને ભારતીય પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેકચેક ટીમે તપાસ કરી. તપાસ કરતા જાણવા મળ્યું કે, આ મેસેજ લોોકોને ગેરમાર્ગે દોરે છે.
ગિલોય મામલે વાયરલ મેસેજનુ સત્ય શું છે?
આ વાયરલ મેસેજને લઇને ભારતીય પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેકચેક ટીમે તપાસ કરી. તપાસ કરતા જાણવા મળ્યું કે, આ મેસેજ લોોકોને ગેરમાર્ગે દોરે છે. ફેક ચેક ટીમે આ વાયરલ મેસેજ મુદ્દે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ગિલોય સ્વાસ્થ્ય માટે દરેક રીતે ઉપકારક છે. ગિલોયથી શરીરની અનેક સમસ્યાને દૂર કરી શકાય છે. ગિલોયથી લિવર ડેમેજ થાય છે તેવી વાતને ફેક ચેક ટીમે નકારી છે અને આવા પાયાવિહોણા મેસેજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને ગેરમાર્ગે ન દોરવા માટે અનુરોધ કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજ પર વૈજ્ઞાનિક તથ્યોને જાણ્યાં વિના વિશ્વાસ ન કરવા માટે ભારતીય પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેક ચેક ટીમે લોકોને અનુરોધ કર્યો છે.