(Source: ECI/ABP News/ABP Majha)
CBIના નવા ચીફની આજે થઇ શકે છે જાહેરાત, રેસમાં આ ત્રણ અધિકારીઓના નામ છે આગળ, જાણો
નવી દિલ્હી: આજે સીબીઆઇના નવા વડાની જાહેરાત થઇ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટીમાં આ પદ માટે ત્રણ નામોની પસંદગી કરવામાં આવી છે. સીબીઆઈના ચીફની પસંદગી માટે શુક્રવારે સિલેક્શન કમિટીની બેઠક યોજાઇ હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, સિલેક્શન કમિટીની બીજી બેઠક દરમિયાન સરકારે કેટલાક એવા અધિકારીઓના નામની પંસદી કરી છે જેઓને સીબીઆઈના વડા તરીકે નિયુક્તિ માટે યોગ્ય માનવમાં આવ્યા છે. જો કે આ નામો પર સમિતના સભ્ય કૉંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વાંધો ઉઠાવ્યો હતો. જેના કારણે બેઠક દરમિયાન કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
સીબીઆઈના પદ માટે વરિષ્ઠ આઈપીએસ અધિકારી જાવેદ અહમદ, રજની કાંત મિશ્રા અને એસએસ દેસવાલનું નામ રેસમાં સૌથી આગળ છે. શિવાનંદ ઝાનું નામ પણ આ પદ માટે લેવામાં આવી રહ્યું છે. આલોક વર્માને હટાવ્યા બાદ સીબીઆઈ પ્રમુખનું પદ 10 જાન્યુઆરીથી ખાલી છે.
આ પહેલા કાલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સીબીઆઈ નિદેશકનું પદ સંવેદનશીલ છે અને લાંબા સમય સુધી આ પદ પર અંતરિમ ચીફને રાખવું ઠીક નથી. જેથી કેન્દ્ર સરકારે તત્કાલ કેન્દ્રીય તપાસ બ્યૂરો માટે નિયમિત વડાની નિમણૂંક કરવી જોઈએ.