શોધખોળ કરો
કોરોના સામે લડવા સરકાર પાસે નથી કોઈ યોજના, પીએમે કર્યું આત્મસમર્પણઃ રાહુલ ગાંધી
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 5,08,953 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં કોરોના વાયરસના વધી રહેલા મામલાને લઈ શનિવારે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી મોદીએ આ મહામારી સામે આત્મસમર્પણ કરી દીધું છે અને તેની સામે લડી રહ્યા નથી.
કોરોના મુદ્દે કેન્દ્ર સરકારને પહેલા પણ અનેક વખત ઘેરી ચુકેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું, "કોવિડ-19 દેશના બીજા રાજ્યોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારત સરકાર પાસે તેની સામે લડવાની કોઈ યોજના નથી. પ્રધાનમંત્રી ચૂપ છે. તેમણે આત્મસમર્પણ કરી દીધું છે અને આ મહામારી સામે લડવાથી ઈનકાર કરી રહ્યા છે."
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 5,08,953 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 15,685 લોકોના મોત થયા છે. 2,95,881 લોકો સાજા થઈ ગયા છે અને 1,97,387 એક્ટિવ કેસ છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધારે 18,552 નવા મામલા સામે આવ્યા છે, જ્યારે 384 લોકોના મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement