કોવિડ માટે સરકારનું નવું પ્રિસ્ક્રિપ્શન શું છે, કઈ-કઈ દવાઓ બહાર કરવામાં આવી, જાણો વિગતે
કોરોના દર્દી માટે બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન્સ અનુસાર હવે કોઈ એન્ટીબાયોટિક લેવાની નથી.
મુંબઈઃ કોરોનાની સારવારને લઈને લોકોની વચ્ચે રોજ નવા નવા ભ્રમ ફેલાઈ રહ્યા છે. સરકારનો પ્રયત્ન છે કે આ પ્રકારની અફવાઓ પર નિયંત્રણ લગાવવામાં આવે અને લોકોને જ ગરૂકત કરતા એ કહેવામાં આવે કે કોરોના સંક્રમિત દર્દીએ શું કરવું, શું ન કરવું અને કઈ કઈ દવાઓનો ઉપયોગ કરવો. હાલમાં જ સરકારે કોરનાની સારવાર માટે નવું પ્રિસ્ક્રિપ્શન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે, કોરોના દરમિયાન કઈ કઈ દવાઓનો ઉપયોગ કરવો.
કોરોનાની સારવાર માટે જે દવાઓના નામ સ્વાસ્થ્ય સેવા ડિરેક્ટર જનરલ (ડીજીએચએસ)ની વેબસાઈટ પર આપવામાં આવી છે જેમાં એપ્રિલમાં ભારતની સૌથી વધારે વેચાનારી દવા, એન્ટીવાયરલ ફેવિપિરાવિરને સામેલ કરવામાં નથી આવી.
રેમડેસિવિરીનો ઉપયોગ વરિષ્ઠ ડોક્ટરની સલાહ બાદ જ કરવો
જ્યારે ડીજીએચએસ અનુસાર એન્ટીવાયરલ રેમડેસિવિરનો મર્યાદિત ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. રેમડેસિવિરને લઈને કહેવામાં આવ્યું છે કે, તેનો ઉપયોગ માત્ર વરિષ્ઠ ડોક્ટરની સલાહ બાદ જ કરવો કારણ કે તે “નુકસાનની ક્ષમતાવાળી પ્રાયોગિક દવા” છે.
કોરોના દર્દી માટે બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન્સ અનુસાર હવે કોઈ એન્ટીબાયોટિક લેવાની નથી. દર્દીને વિટામિન અથવા ઝિંકની ગોળી લેવાની નથી. દર્દીને સલાહ આપવામાં આવી છે કે તે આઈવરમેક્ટિનનો ઉપયોગ ન કરે. જ્યારે તાવ આવવા પર માત્રે પેરાસિટામોલનનો ઉપયોગ કરવો.
6 મિનિટની વોક ટેસ્ટ
સરકાર તરફથી બહાર પાડાવમાં આવેલ ગાઈડલાઈન અનુસાર કોરોના દર્દી માટે 6 મિનિટ વોક ટેસ્ટની વાત કહેવામાં આવી છે. જ્યારે દર્દીને બિનજરૂરી સીટી સ્કેન ન કરાવાવની સલાહ આપવામાં આવી છે. ગાઈડલાઈનમાં ડોક્ટરોને પણ કહેવામાં આવ્યું છે કે તે આ પ્રકારની સલાહ ન આપે.
જણાવીએ કે, કેટલાક દિવસ પહેલા જ પ્લાઝ્મા થેરાપીને લઈને સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. આ ગાઈડલાઈનમાં પ્લાઝ્મા થેરાપીને કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલથી હટાવવામાં આવી હતી.