કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યુ- 'ગેસ-ડીઝલ-પેટ્રોલથી મોદી સરકારે 23 લાખ કરોડ રૂપિયાની કરી કમાણી'
કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એકવાર ફરી કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ રહ્યું તે તેલની કિંમતો વધવાથી સામાન્ય લોકોને સીધી અસર થાય છે. પ્રજાના ખિસ્સા પર અસર પડે છે.
નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એકવાર ફરી કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ રહ્યું તે તેલની કિંમતો વધવાથી સામાન્ય લોકોને સીધી અસર થાય છે. પ્રજાના ખિસ્સા પર અસર પડે છે. ટ્રાન્સપોર્ટ વધવાથી મોંઘવારી વધે છે. પાર્ટીના હેડક્વાર્ટરમાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં કોગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે હું મોંઘવારી, પેટ્રોલ, ડીઝલ અને ગેસને લઇને દેશની પ્રજા સાથે વાત કરવા માંગું છું. જીડીપીનો અર્થ શું. જીડીપીનો અર્થ છે ગેસ, ડીઝલ અને પેટ્રોલ. તેમણે કહ્યું કે તેલની વધતી કિંમતોથી સામાન્ય લોકોને અસર થાય છે. પેટ્રોલ અને ડીઝલનો અર્થવ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક ઇનપુટ હોય છે.
The government earned Rs 23 Lakh Crores through GDP - not the Gross Domestic Product but the Gas-Diesel-Petrol. Where did this Rs 23 Lakh Crores go?: Congress leader Rahul Gandhi pic.twitter.com/DfmnN6MVOM
— ANI (@ANI) September 1, 2021
રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે એનડીએ સરકારે ગેસ, ડીઝલ અને પેટ્રોલમાંથી 23 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે પૈસા ક્યાં ગયા. તમારા ખિસ્સામાંથી પૈસા જઇ રહ્યા નથી ને. છેલ્લા સાત વર્ષથી આપણે એક નવો આર્થિક પેરાડાઇન જોયો છે. ડિમોટાઇઝેશન અને મોનેટાઇઝેશન બંન્ને એક સાથે થઇ રહ્યું છે. નરેન્દ્ર મોદીના ચાર-પાંચ મિત્રોનું મોનેટાઇઝેશન થઇ રહ્યું છે .
People can argue that there is rise in prices of petrol & diesel in int'l market. During the UPA govt in 2014, crude oil was priced at Rs 105, today it's Rs 71 - it was 32% higher at our time. Gas was priced at Rs 880 in our time, today it's Rs 653 - 26% lower today: Rahul Gandhi pic.twitter.com/jRM2nQpBoZ
— ANI (@ANI) September 1, 2021
In the last 7 years, we have seen a new economic paradigm. Demonetisation on one side, and monetisation on the other side: Congress leader Rahul Gandhi pic.twitter.com/nZLhHhDcML
— ANI (@ANI) September 1, 2021
રાહુલ ગાંધીએ કહ્યુ કે મોદીએ અગાઉ કહ્યું હતું કે, હું ડિમોનેટાઇઝેશન કરી રહ્યો છું અને નાણામંત્રી કહેતા રહ્યા કે હું મોનેટાઇઝેશન કરી રહી છું. ખેડૂતો, મજૂરો, નાના દુકાનદાર, એમએસએમઇ, સેલેરી ક્લાસ, સરકારી કર્મચારીઓ અને ઇમાનદાર ઉદ્યોગપતિઓનો ડીમોનેટાઇઝેશન થઇ રહ્યા છે. કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોંઘવારીના મુદ્દા પર કહ્યુ કે, 2014માં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે. 2014માં જ્યારે યુપીએએ ઓફિસ છોડી ત્યારે સિલેન્ડરની કિંમત 410 રૂપિયા હતા અને આજે સિલેન્ડરની કિંમત 885 રૂપિયા થઇ ગઇ છે. સિલેન્ડરના ભાવમાં 116 ટકાનો વધારો થયો છે. પેટ્રોલની કિંમત 2014થી 42 ટકા અને ડીઝલની કિંમતમાં 55 ટકાનો વધારો થયો છે. રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ કે, રાહુલ ગાંધીએ કોઇ જાણકારી વિના કેટલાક મુદ્દાઓ પર વાત કરી છે. તે ફેક્ટ ક્યારેય સમજશે નહીં.