શોધખોળ કરો
Advertisement
PM મોદીને ‘ડિવાઈડર ઈન ચીફ’ ગણાવનાર લેખક આતિશ તાસીરનુ OCI કાર્ડ કરાયું રદ્દ, જાણો કેમ
આતિશ તાસીરે લોકસભાની ચૂંટણી પહેલા ટાઈમ મેગેઝિનમાં એક આર્ટિકલ લખ્યો હતો. જેમાં વડાપ્રધાન મોદીને ‘ડિવાઈડર ઈન ચીફ’ ગણાવ્યા હતા.
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પહેલા ટાઈમ મેગેઝિનમાં એક વિવાદાસ્પદ લેખ લખીને વડાપ્રધાન મોદીને ‘ડિવાઈડર ઈન ચીફ’ ગણાવનાર લેખક-પત્રકાર આતિશ તાસીરનુ ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા(OCI)નુ કાર્ડ રદ્દ કરવામાં આવ્યું છે.
ગૃહ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે નાગરિકતા અધિનિયમ 1955 અનુસાર, તાસીરને ઓસીઆઈ કાર્ડ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યો છે, કારણ કે તેમણે પોતાના પિતા પાકિસ્તાની મૂળના હોવાની વાત નાગરિકતા માટે એપ્લાય કરતી વખતે છુપાવી હતી. ઓસીઆઈ કાર્ડ કોઈ એવા વ્યક્તિને આપવામાં નથી આવતું જેમના માતા પિતા કે દાદા-દાદી પાકિસ્તાની હોય.
જો કે, ગૃહ મંત્રાલયે એ વાતની સ્પષ્ટતા કરતા કહ્યું કે, ટાઈમ મેગઝિનમાં પીએમ મોદી વિશે લખેલા આર્ટિકલ બાદ તાસીરનું ઓસીઆઈ કાર્ડને રદ્દ કરવામાં આવ્યું નથી. તાસીરે પોતાના પિતા પાકિસ્તાની હોવાની જાણકારી આપી નહોતી.
ગૃહ મંત્રાલય દ્વારા પોતાનો ઓસીઆઈ કાર્ડ રદ્દ કરવા પર પ્રતિક્રિયા આપતા આતિશ તાસીરે ટ્વીટ કરી કહ્યું કે તેને જવાબ આપવા માટે 21 દિવસ નહીં, પણ માત્ર 24 કલાક જ આપવામાં આવ્યા હતા."Govt. considers revoking Author Aatish Ali Tasser's OCI card after his Time article..", as reported by #ThePrint, is a complete misrepresentation and is devoid of any facts.
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) November 7, 2019
ઉલ્લેખનીય છે કે આતિશ પાકિસ્તાનના દિવંગત નેતા સલમાન તાસીર અને ભારતના પત્રકાર તવલનસિંહનો પુત્ર છે. તેમના પિતા પાકિસ્તાના પંજાબના ગવર્નર હતા. જેમની 2011માં ધર્મનિંદાના આરોપસર એક સુરક્ષા કર્મીએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. શું છે ઑવરસીઝ સિટિઝનશિપ ઑફ ઇન્ડિયા કાર્ડ ? નાગરિકતા કાયદા પ્રમાણે ભારતમાં બે નાગરિકતા માન્ય નથી. જો કે સતત ઉઠી રહેલી માંગ બાદ તેના વિકલ્પ તરીકે ઓવરસીઝ સિટિઝનશિપ ઑફ ઇન્ડિયા કાર્ડ શરૂ કરવામાં આવ્યું હતું. જેના દ્વારા ભારતીય મૂળના વિદેશી નાગરીકો ભારતમાં વગર વીઝા આવવા અને અનિશ્ચિતકાળ સુધી કામ કરવાની મંજૂરી મળી જતી હતી. આતિશ તાસીર પણ ઓસીઆઈ કાર્ડધારક હતા.This is untrue. Here is the Consul General’s acknowledgment of my reply. I was given not the full 21 days, but rather 24 hours to reply. I’ve heard nothing from the ministry since. https://t.co/z7OtTaLLeO pic.twitter.com/t3LBWUtkdi
— Aatish Taseer (@AatishTaseer) November 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion