શોધખોળ કરો
Advertisement
ગુજરાતીઓ માટે ખુશ ખબર અમરનાથ યાત્રા શરૂઃ ગૃહમંત્રાલય
નવી દિલ્લીઃ ગૃહમંત્રાલયના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફસાયેલા યાત્રીઓ માટે અમરનાથની યાત્રા ફરી શરૂ કરી દેવામાં આવી છે. જે લોક અમરનાથ યાત્ર પર હતા તે લોકોને કાશ્મીરમાં થયેલી હિંસા બાદ અટકાવી દેવામાં આવ્યા હતા. તે લોકો માટે ફરી યાત્રા શરૂ કરી દેવામાં આવી છે. પરંતું જમ્મુથી અમરનાથ જનાર યાત્રીઓ માટે યાત્ર શરુ નથી થઇ.
જમ્મુમાં હિંસાને પગલે ગુજરાતમાંથી ગયેલા હજારો યાત્રીઓ ફસાયા હતા અને તેમની બસ પર પત્થરમારો કરવામાં આવ્યો હતો. અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતી યાત્રીઓ પહેગલામમાં ફસાયા છે. મળતી માહિતી મુજબ ફસાયેલા 1000 હજારથી વધુ લોકોને સેવા ભાવિ સંસ્થાના રાહત કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. હાલ પહેલગામમાં અંદાજે 2500થી 3000 ગુજરાતીઓ ફસાયા હોવાનું જાણવા મળ્યુ છે.
ગઈ કાલે થયેલી હિંસામાં કુલગામમાં એક ટોળાએ પોલીસ ચોકીને આગ ચાંપી હતી. અનંતનાગમાં પણ એક ચોકીને બાળી નાખવામાં આવી હતી. પુલવામાંમાં પીસીઆર વેન પર હુમલો થયો હતો. હિંસામાં અત્યાર સુધી 11 લોકોના મોત થયા છે. 96 સુરક્ષાકર્મીઓ સહિત 126 લોકો ઘાયલ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement