Mock Drill: ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં આજે યોજાનારી મોક ડ્રીલ સ્થગિત, 'ઓપરેશન શીલ્ડ'ની નવી તારીખ જલદી થશે જાહેર
Mock Drill: આ વિષયની માહિતી તમામ સંબંધિત અધિકારીઓને પણ આપવામાં આવી છે

Mock Drill Postponed In India: ભારત સરકારે આજે, ગુરુવાર, 29 મેના રોજ દેશના ઘણા રાજ્યોમાં મોક ડ્રીલ યોજવા સૂચનાઓ આપી હતી. ઓપરેશન શીલ્ડ હેઠળ સિવિલ ડિફેન્સ પ્રેક્ટિસ માટે આ મોક ડ્રીલ યોજાઈ રહી હતી, પરંતુ વહીવટી કારણોસર તે મુલતવી રાખવામાં આવી છે. દેશની સરહદે આવેલા જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, પંજાબ, ગુજરાત અને હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં સાંજે 5 વાગ્યા પછી મોક ડ્રીલ યોજવાની સૂચનાઓ હતી, જે હવે મુલતવી રાખવામાં આવી છે. આ વિષયની માહિતી તમામ સંબંધિત અધિકારીઓને પણ આપવામાં આવી છે.
Civil Defence Exercise "Operation Shield" which was planned to be held on 29th May 2025 in states bordering Pakistan postponed due to administrative reasons in Gujarat and Rajasthan. Chandigarh too postpones the Exercise.
— ANI (@ANI) May 28, 2025
Haryana Govt requests state officials to plan and… pic.twitter.com/Ppp2JnfxP7
મોક ડ્રીલ મુલતવી રાખવામાં આવી છે
મોક ડ્રીલ સ્થગિત રાખવાની માહિતી ગુજરાતના માહિતી વિભાગ અને રાજસ્થાનના ગૃહ મંત્રાલય સુધી પહોંચી ગઈ છે, આ વાતની સત્તાવાર પુષ્ટી પણ કરવામાં આવી છે. ચંડીગઢ વહીવટીતંત્ર દ્વારા બ્લેકઆઉટ અને મોક ડ્રીલ રદ કરવાની માહિતી પણ આપવામાં આવી છે. ઓપરેશન શીલ્ડ હેઠળ યોજાનારી આ મોક ડ્રીલ આગામી તારીખ સુધી મુલતવી રાખવામાં આવી છે.
મોક ડ્રીલમાં શું થાય છે?
મોક ડ્રીલ દરમિયાન સાયરન વાગે છે. આ સાયરન વાગતાની સાથે જ લોકોને સુરક્ષિત રહેવા માટે પ્રેક્ટિસ આપવામાં આવે છે. આ સિવિલ ડિફેન્સ પ્રેક્ટિસમાં લોકોને કટોકટીમાંથી બહાર નીકળવા અને તબીબી સહાય વિશે માહિતી આપવામાં આવે છે. આ સાથે બ્લેકઆઉટ અને હવાઈ હુમલાથી સતર્ક રહેવા માટે તાલીમ પણ આપવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા સરકાર નાગરિકોની સલામતી અંગે વહીવટી તૈયારીઓની તપાસ કરે છે.
ઓપરેશન શીલ્ડ હેઠળ યોજાનારી મોક ડ્રીલમાં સ્થાનિક વહીવટી અધિકારીઓ, NCC અને NSS સાથે સંકળાયેલા લોકો મુખ્ય ભૂમિકા ભજવે છે. આમાં લોકોને આપત્તિ દરમિયાન પોતાને અને અન્ય લોકોને કેવી રીતે સુરક્ષિત રાખવું તે અંગે જાગૃત કરવામાં આવે છે.
મોક ડ્રીલ દરમિયાન જો કોઈ આર્મી સ્ટેશન પર દુશ્મન ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવે તો શું કરવું તે પ્રેક્ટિસ પણ કરવામાં આવી હતી. સ્થાનિક વહીવટીતંત્રની મદદથી પરિવારોને સલામત સ્થળે ખસેડવા માટે સ્ટેશન કમાન્ડર દ્વારા એક બચાવ કવાયત હાથ ધરવામાં આવનાર હતી, જેમાં 20 લોકોને સલામત સ્થળે ખસેડવાનું સિમ્યુલેશન કરવામાં આવનાર હતું, પરંતુ હવે તે મુલતવી રાખવામાં આવ્યું છે. હવે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.





















