(Source: ECI/ABP News/ABP Majha)
Loudspeaker Row : મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વધ્યો, MNS કાર્યકર્તાઓએ અજાનના સમયે કર્યો હનુમાન ચાલીસા પાઠ
પોલીસની નોટિસ બાદ એમએનએસ કાર્યકર્તાઓની ધરપકડ પણ શરૂ થઇ ગઇ, કલ્યાણ અને ડોંબિવલીમાં એમેએનએસલના 20 થી 25 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
Hanuman Chalisa vs Azan Row Updates: મહારાષ્ટ્રમાં ફરી એકવાર લાઉડસ્પીકર વિવાદ વધી ગયો છે. એમએનએસ ચીફે મંગળવારે સાંજે એ જાહેરાત કરી કે જો મસ્જિદોની બહાર અજાન આપવામાં આવશે, તો ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે. આ પછી ઓરંગાબાદમાં એફઆઇઆર નોંધવામાં આવી છે, તો વળી બીજીબાજુ આજે ઠાણેમાં એમએનએસ કાર્યકર્તઓએ તેના પર અમલ પણ શરૂ કરી દીધો છે.
પોલીસની નોટિસ બાદ એમએનએસ કાર્યકર્તાઓની ધરપકડ પણ શરૂ થઇ ગઇ, કલ્યાણ અને ડોંબિવલીમાં એમેએનએસલના 20 થી 25 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આ નૉટિસ હનુમાન ચાલીસા પાઠના વિવાદને લઇને રાજ ઠાકરેના અલ્ટીમેટમ બાદ મોકલવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા પાઠનો વિવાદ હવે વધુ ઝડપથી રહ્યો છે. એમએનએસ ચીફ રાજ ઠાકરેએ આહવાન પર અમલ કરતા એમએનએસ કાર્યકર્તાઓએ ઠાણે અને નવી મુંબઇમાંથી સાડા પાંચ વાગ્યે હનુમાન ચાલીસનો પાઠ કર્યો, આ બધાની વચ્ચે તંત્રએ એમએનએસ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. વળી, શિવસેના કાર્યકર્તાઓએ કહ્યું કે, અલ્ટીમેટમની રાજનીતિ નહીં ચાલે.
એમએનએસના કાર્યકર્તાઓએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા, આ બધાની વચ્ચે મુંબઇ સ્થિત મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી. આ વિવાદને લઇને પોલીસે એક્શન લેવાનુ શરૂ કરી દીધુ છે. પોલીસે કેટલાક સિલેક્ટેડ વ્યક્તિઓ, જે કાયદો વ્યવસ્થા બગાડી શકે છે એવા મનસેના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પર સીઆરપીસી 149ની નૉટિસ ફટકારી દીધી છે.
આ પણ વાંચો.........
IPL 2022: આઈપીએલની ફાઈનલ મેચ અને પ્લેઓફ મેચ ક્યાં રમાશે તેને લઈ જય શાહે આપ્યુ મોટું અપડેટ
Aaj nu Panchang 4 May 2022: આજે વિનાયક ચતુર્થી, આ છે આજના નક્ષત્ર અને રાહુકાળ
LIC IPO: આતુરતાનો અંત, આજથી ખુલશે LICનો IPO, જાણો કઈ કેટેગરીમાં કેટલું ડિસ્કાઉન્ટ મળશે