શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હી હિંસા પર હરિયાણાના મંત્રીનું નિવેદન- દંગા તો થતા રહે છે, આ જીવનનો ભાગ છે
દેશની રાજધાની દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 34 લોકોના મોત થયા છે. જેમાં 50 થી વધુ પોલીસ જવાન સહિત 200 જેટલા લોકો ઘાયલ થયા છે.
નવી દિલ્હી: દિલ્હીમાં થયેલી હિંસામાં મૃતકઆંક વધીને 34 થઈ ગયો છે. જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે. હવે આ હિંસા પર નેતાઓની નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. દિલ્હીના હિંસા પર હરિયાણાના મંત્રી રંજીત ચૌટાલાને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દંગા તો રહે છે અને આ જીવનનો જ ભાગ છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, રંજીત ચૌટાલાએ કહ્યું કે, ‘દંગા તો થતા રહે છે. અગાઉ પણ થયા હતા, આ પહેવાર નથી. જ્યારે ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી ત્યારે આખી દિલ્હી સળગતી હતી. આ તો પાર્ટ ઑફ લાઈફ છે. જે થતાં રહે છે.’
ઉલ્લેખનીય છે કે, રણજીત સિંહ હરિયાણા સરકારમાં ઉર્જા મંત્રી છે. તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડીને વિધાનસભા પહોંચ્યા હતા. તેમણે સૌથી પહેલા ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. રણજીત ચૌહાણ હરિયાણાના પૂર્વ સીએમ ચૌધરી દેવીલાલના પુત્ર છે અને ઓમપ્રકાશના નાના ભાઈ છે.#WATCH Haryana Minister Ranjit Chautala on #DelhiViolence: Dange toh hote rahe hain. Pehle bhi hote rahe hain, aisa nahi hai. Jab Indira Gandhi ka assassination hua, toh puri Delhi jalti rahi. Yeh toh part of life hai, jo hote rehte hain. pic.twitter.com/b2zeJRbfmp
— ANI (@ANI) February 27, 2020
દેશની રાજધાની દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 34 લોકોના મોત થયા છે. જેમાં 50 થી વધુ પોલીસ જવાન સહિત 200 જેટલા લોકો ઘાયલ થયા છે. મૃતકોના પરિવારને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion