કોંગ્રેસના ક્યા ટોચના નેતાએ શાહરૂખના દીકરાનો કર્યો બચાવ, શું કરી કોમેન્ટ કે લોકો તૂટી પડ્યાં ?
આર્યન ખાન (23) અને અન્ય સાત લોકોની રવિવારે એન્ટી ડ્રગ્સ એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા મુંબઈ કિનારે ક્રૂઝ પર આયોજિત પાર્ટી પર દરોડા પાડ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઈ: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મુંબઈ ડ્રગ્સ ઓન ક્રૂઝ કેસ કેસમાં જામીન મળ્યા નથી. ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન ખાનનું નામ ત્યારથી સતત હેડલાઇન્સમાં છે. કોંગ્રેસના નેતા શશિ થરૂરે સોમવારે મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે શાહરુખ અને તેના પરિવાર સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. આ સાથે તેમણે આર્યન ખાનની ધરપકડ માટે કિંગ ખાનની મજાક ઉડાવનારાઓની પણ સખત નિંદા કરી છે.
આર્યન ખાન (23) અને અન્ય સાત લોકોની રવિવારે એન્ટી ડ્રગ્સ એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા મુંબઈ કિનારે ક્રૂઝ પર આયોજિત પાર્ટી પર દરોડા પાડ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાનને સોમવારે જામીન આપવાનો ઇનકાર કરતા મુંબઈની કોર્ટે ગુરુવાર સુધી એનસીબીની કસ્ટડીમાં મોકલી દીધો છે.
આર્યન ખાન વિશે સનસનીખેજ ટિપ્પણીઓ વચ્ચે, શશી થરૂરે પોતાની ટ્વિટમાં લખ્યું, "હું ડ્રગ્સનો ચાહક નથી અને ન તો મેં ક્યારેય ડ્રગ્સ લેવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ, શાહરુખ ખાનના પુત્રની પાછળ જે રીતે લોકો તેની ધરપકડ અંગે મજાક ઉડાવી રહ્યા છે, તે નફરત જેવું લાગે છે. મિત્રો, થોડી સહાનુભૂતિ રાખો જાહેરમાં બદનામી ઘણી થઈ ગઈ છે; ખુદની મજા માટે 23 વર્ષના છોકરાને પાછળ પડી જવાની જરૂર નથી."
I am no fan of recreational drugs & haven’t ever tried any, but I am repelled by the ghoulish epicaricacy displayed by those now witch-hunting @iamsrk on his son’s arrest. Have some empathy, folks. The public glare is bad enough; no need to gleefully rub a 23yr old’s face in it.
— Shashi Tharoor (@ShashiTharoor) October 4, 2021
હાઇ પ્રોફાઇલ ડ્રગ દરોડામાં અભિનેતા શાહરૂખ ખાનના 23 વર્ષના પુત્ર આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. 13 ગ્રામ કોકેન, 21 ગ્રામ ચરસ અને એમડીએમએની 22 ગોળીઓ મળી આવી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ આ વાત કહી. આર્યન ખાન પર પ્રતિબંધિત પદાર્થોની ખરીદી, સંગ્રહ અને ઉપયોગના આરોપો છે.