શોધખોળ કરો
Advertisement
Hathras Case: રાહુલ અને પ્રિયંકા ગાંધીએ પીડિતાના પરિવાર સાથે કરી મુલાકાત, કહ્યું- ન્યાય મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગેંગરેપ પીડિતાના પરિવારને મળવા માટે હાથરસ પહોંચ્યા હતા.
હાથરસ: કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગેંગરેપ પીડિતાના પરિવારને મળવા માટે હાથરસ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પીડિતાના પરિવાર સાથે બંધ રૂમમાં વાતચીત કરી હતી. યૂપી સરકારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત પાંચ લોકોને મંજૂરી આપી હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ઘરે જતાં જ પ્રિયંકા ગાંધીએ પીડિત યુવતીની માતાને ગળે લગાવ્યા હતા અને સાંત્વના આપી હતી. પ્રિયંકા અને રાહુલ ગાંધીએ પીડિત પરિવારનું દુખ જાણ્યું હતું. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત દરમિયાન પીડિતાની માતા, પિતા અને ભાઈ હાજર હતા. કૉંગ્રેસના માત્ર ત્રણ નેતાજ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અધીર રંજન ચૌધરી હાજર હતા.
મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું, અમે આ દુખના સમયે પીડિત પરિવાર સાથે છે. સરકાર તેમને ડરાવી રહી છે. ધમકાવી રહી છે. તેમને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની છે. સુરક્ષા આપવામાં યુપી સરકાર નિષ્ફળ ગઈ છે. ડરાવી ધમકાવીને કાગળો પર તેમની પાસે સહી કરાવાઈ છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું, પીડિયા પરિવાર ન્યાયિક તપાસ ઈચ્છે છે. પરિવાર દિકરીનો ચેહરો પણ નથી જોઈ શક્યા. પીડિત પરિવારને ન્યાય મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે.
બે દિવસ પહેલા જ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીડિત પરિવાર સાથે મુલાકાત માટે હાથરસ જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુપી સરકારે તેમની અટકાયત કરી હતી. આજે રાહુલ અને પ્રિયંકા જ્યારે હાથરસ જવા નીકળ્યા તો તેમને એકવાર ફરી ડીએનડી પર રોકવામાં આવ્યા પરંતુ તેમને પરત ફરવાનો ઈનકાર કરી દીધો હતો, તેના બાદ યૂપી સરકારે પાંચ લોકોને હાથરસ જવાની મંજૂરી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement