શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં CAAને લઈને વિરોધીઓ અને સમર્થકો સામસામે, કોન્સ્ટેબલનું મોત
દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધીઓ અને સમર્થકો સામસામે આવી ગયા છે. ગોકુલપુરીમાં થયેલી અથડામણમાં એક હેડ કોન્સ્ટેબલનું મોત થયું છે.
નવી દિલ્હી: દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને વિરોધીઓ અને સમર્થકો સામસામે આવી ગયા છે. ગોકુલપુરીમાં થયેલી અથડામણમાં એક હેડ કોન્સ્ટેબલનું મોત થયું છે. દિલ્હી પોલીસે તેની પુષ્ટી કરી છે. આ ઘટનામાં એક ડીસીપી પણ ઘાયલ થયા છે. પૂર્વોત્તર દિલ્હીમાં જાફરાબાદ અને ભૌજપુર વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ આગ લગાવ્યાની ઘટનાઓ સામે આવી છે.
કાયદાના સમર્થકો અને વિરોધીઓએ સામસામે પથ્થરમારો પણ કર્યો છે. નોર્થ-ઇસ્ટ દિલ્હીને જોડતો વઝિરાબાદનો રોડ બંધ કરવામાં આવ્યો છે. ચાંદબાગમાં અનેક વિસ્તારોમાં પથ્થરમારો, આગ પછી અફરાતફરીનો માહોલ છે.
દિલ્હીમાં નોર્થ-ઇસ્ટ જિલ્લામાંઆશરે 10 સ્થળોઓ પર કલમ 144 લાગુ કરવામાં આવી છે. પોલીસે ભીડને વિખેરવા માટે ટિયરગેસનો ઉપયોગ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રદર્શનકારીઓએ એક અગ્નિશમન ગાડીને પણ નિશાન બનાવી અને તોડફોડ કરી છે.Delhi Police: Section 144 has been imposed in the affected areas of the North East district and strict action will be taken against miscreants and anti-social elements. https://t.co/ja26jwPSUH
— ANI (@ANI) February 24, 2020
ઉલ્લેખનીય છે કે જાફરાબાદ અને ભોજપુર-બાબરપુર મેટ્રો સ્ટેશન પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે. જાફરાબાદ મેટ્રો સ્ટેશન તો છેલ્લા 24 કલાકથી બંધ છે.Delhi: A clash broke out between two groups in Maujpur area, today. Ved Prakash Surya DCP (North-East) says, "We have spoken to both sides, now the situation is calm. We are continuously speaking to people, now the situation is under control". pic.twitter.com/kSPSFUYCHQ
— ANI (@ANI) February 24, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement