શોધખોળ કરો
Advertisement
કોરોનાની રસીને લઈને WHOનો સૌથી મોટો ખુલાસો, કહ્યું- આ લોકોએ રસી માટે 2022 સુધી રાહ જોવી પડશે
સ્વામીનાથને કોરોના વેક્સીન આવનારા એક વર્ષમાં ઉપલબ્ધ થવાની વાત કરી છે.
નવી દિલ્હીઃ એકા તરફ સમગ્ર વિશ્વ આ વર્ષના અંત અથવા આગામી વર્ષની શરૂઆત સુધીમાં કોરોનાની રસા આવાવની આશા રાખીને બેઠું છે. જોકે સ્વસ્થ્ય લોકોને 2022 સુધી રસી માટે રાહ જોવી પડી શેક છે. સૌથી પહેલા વેક્સીન હેલ્થ વર્કર્સને અને એવા લોકોને આપવામાં આવશે જેમને ઇન્ફેક્શનનું જોખમ વધારે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેના વિશે જાણકારી આપી છે.
WHOની મુખ્ય વિજ્ઞાની સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે એક સ્વસ્થ અને યુવાન વ્યક્તિને કોરોના રસી મેળવવા માટે 2022નાવર્ષ સુધી રાહ જોવી પડી શકે તેવી શક્યતા છે. એક સોશિયલ મીડિયાની એક ઇવેન્ટમાં તેમણે આ વાત કરી છે.
સ્વામીનાથને કોરોના વેક્સીન આવનારા એક વર્ષમાં ઉપલબ્ધ થવાની વાત કરી છે. તેમણે કહ્યું કે 2021 સુધામાં કોરોનાની એક સફળ અને પ્રભાવશાળી રસી દુનિયાને મળી જશે. પરંતુ આ રસી મર્યાદિત માત્રામાં જ ઉપલબ્ધ થશે. જેના કારણે પ્રાથમિકતાના આધારે રસીકરણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોરોના વેક્સિન માટે અત્યારે દુનિયાભરમાં અનેક રસી ઉપર પરીક્ષણ થઇ રહ્યા છે. જોમાંથી ઘણી કંપનીઓ અને સંશોધકોએ આ વર્ષના અંત સુધીમાં સફળ રસી મળી જવાનો દાવો કર્યો છે. આમ છતા ડબલ્યુએચઓ દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું છે.
આ પહેલા બ્રિટેનની કોરોના વેક્સીન ટાસ્ટ ફોર્સના ચીફ કેટ બિંઘમે કહ્યું હતું કે, ઓક્સફોર્ડ-AstraZenecaની રસી આ વર્ષના અંત સુધીમાં આવી શકે છે પરંતુ સંભાવના એ છે કે રસી આગામી વર્ષની શરૂઆત સુધીમાં આવી જશે. આ પહેલા એ વાતની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે વર્ષના અંત સુધીમાં રસીને ઇમર્જન્સીની સ્થિતિમાં ઉપોયગ માટે મંજૂરી મળી શકે છે. બ્રિટેનની રસીને આ રેસમાં સૌથી આગળ માનવામાં આવી રહી હતી પરંતુ વચમાં ટ્રાયલ અટકાવવું પડ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
બોલિવૂડ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion