શોધખોળ કરો

ચોમાસાની વચ્ચે ઉત્તર ભારતમાં હિટવેવ, દિલ્હીમાં 90 વર્ષ પછી જુલાઈમાં સૌથી વધુ ગરમી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના રણપ્રદેશમાંથી આવતો સૂકો વાયરો આખા ઉત્તર ભારતને ધમરોળી રહ્યો છે.

ઉત્તર ભારતમાં ભારે તાપ અને ગરમી પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સામાન્ય રીતે જુલાઈના પહેલા સપ્તાહમાં દેશભરમાં વરસાદ ગરજતો હોય છે. તેના બદલે આકાશમાંથી અગનજ્વાળા વરસતા આખુ ઉત્તર ભારત ગરમીથી શેકાઈ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર હજુ પણ એકાદ સપ્તાહ સુધી ગરમીમાં કોઈ રાહત મળવાની શક્યતા નથી.

ભારતીય હવામાન વિભાગ અનુસાર જુલાઈના પ્રથમ સપ્તાહમાં આખા ઉત્તર ભારતમાં હિટવેવની સ્થિતિ જોવા મળશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દિલ્લી સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ઉંચો ગયો હતો. અને એપ્રિલ-મે મહિનામાં જેવી ગરમી પડતી હોય છે એવી ગરમી જુલાઈમાં અનુભવાઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના રણપ્રદેશમાંથી આવતો સૂકો વાયરો આખા ઉત્તર ભારતને ધમરોળી રહ્યો છે. અને તેના કારણે વાતાવરણમાં હિટવેવનો અનુભવ થઈ રહ્યો છે.

ઉત્તર ભારતના સાત રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. લૂ અને ગરમીથી બેહાલ થયેલા ઉત્તર ભારતમાં વીજળીની માગ પણ વધી ગઈ છે. દિલ્લીમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જેના કારણે દિલ્લીમાં વીજળીની સર્વોચ્ચ માગ ગુરૂવારે સાત હજાર 26 મેગાવોટ સુધી પહોંચી હતી. આ માગ વર્ષ 2020 અને 2021ની તુલનામાં સૌથી વધુ છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે એક તરફ ઉત્તર ભારતના સાત-આઠ રાજ્યોમાં ભારે હિટવેવ અનુભવાશે, ત્યારે બીજી તરફ ઘણાં રાજ્યોમાં વરસાદ પણ પડશે. બંગાળની ખાડીમાં વાતાવરણ બદલ્યું હોવાથી તેની અસર હેઠળ પશ્વિમ બંગાળમાં આ સપ્તાહમાં વરસાદ થશે. તે ઉપરાંત બિહારમાં પણ ચોમાસાનું આગમન થઈ જશે. સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, અરૃણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં પણ મેઘસવારી આવી પહોંચશે. હિમાલયન રેન્જમાં  આગામી પાંચ દિવસમાં ઠીક-ઠીક વરસાદ પડશે. જુલાઈના અંત સુધીમાં સરેરાશ વરસાદ સારો એવો પડી જશે એવી ધરપત પણ હવામાન વિભાગે બંધાવી હતી. દેશભરમાં જુલાઈ માસમાં ૯૪થી ૧૦૬ ટકા વરસાદ પડવાની ધારણા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ABP Premium

વિડિઓઝ

Vaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં નવું ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો

R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ, નરાધમના 5 દિવસના રિમાન્ડ મંજૂર

Embed widget