શોધખોળ કરો
Advertisement
J&K: રાજૌરીમાં LoC પર પાકિસ્તાન અને ભારતીય સૈન્ય વચ્ચે ફાયરિંગ, એક જવાન શહીદ
શ્રીનગર: પાકિસ્તાની સેનાએ આજે વહેલી સવારે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાની સેના તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને મોર્ટાર પણ છોડવામાં આવ્યા હતાં. પાકિસ્તાની સેના તરફથી થઈ રહેલી ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો. જ્યારે ત્રણ જવાનો ઘાયલ થયા હતાં. ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પુલવામા ઉપર થયેલા આતંકવાદી હુમલા અને ભારતીય તરફથી જૈશના ઠેકાણાંઓને એર સ્ટ્રાઈક કરીને નષ્ટ કરવાની ઘટના બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેની સીમા ઉપર તણાવ વધી રહ્યું છે. આ પહેલા ભારતીય સેનાએ પાકિસ્તાનના સિઝફાયરને તોડવાની જવાબી કાર્યવાહીમાં મેંઢર સેક્ટર પાસે બલનોઈ સ્થિત પાકિસ્તાની પોસ્ટને ઉડાવી દીધી હતી. ભારતની આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના અનેક સૈનિકો ઘાયલ થવાની ખબર છે.
આ પહેલા ગુરુવારે અનંતનાગમાં એક બંધૂકધારીએ નેશનલ કોન્ફ્રેસના એક કાર્યકર્તાની ગોળી મારીને ખરાબ રીતે ઘાયલ કર્યો હતો. ત્યારબાદ તે જ દિવસે ત્રાલમાં આવા જ પ્રકારની ઘટનામાં એક સમાન્ય નાગરિકની હત્યા કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement