Assam Floods: આસામમાં પુરથી તબાહી, અત્યાર સુધી 9 લોકોના મોત, 27 જિલ્લાના 6 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત
આસામમાં પુરે સૌથી ખરાબ પરિસ્થિતિ સર્જી દીધી છે. રાહત અભિયાન અંતર્ગત હોજાઇ જિલ્લાના 2 હજારથી વધુ લોકોને આર્મીની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યાં છે.
Assam Floods 2022: આસામમાં પુરથી હાહાકાર મચી ગયો છે. રાજ્યમા પુરે તબાહી મચાવી દીધી છે. સમાચારો પ્રમાણે, હાલમાં આસામમાં લગભગ 27 જિલ્લાના 6 લાખથી વધુ લોકો પુરથી એકદમ ખરાબ રીતે અસરગ્રસ્ત થયા છે. 48 હજારથી વધુ લોકોને 248 રાહત કેમ્પોમાં શિફ્ટ કરવામાં આવી ચૂક્યા છે.
આસામમાં પુરે સૌથી ખરાબ પરિસ્થિતિ સર્જી દીધી છે. રાહત અભિયાન અંતર્ગત હોજાઇ જિલ્લાના 2 હજારથી વધુ લોકોને આર્મીની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યાં છે. આસામ સરકારે પુર અને ભુસ્ખલનના કારણે બરાક ઘાટીના રાજ્ય માટે ક્ષેત્રીય કંપની ફ્લાઇવિંગ એરલાઇનની સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાએ આ જાણકારી આપી છે.
Assam Flood: આસામમાં વરસાદ બાદ પૂરથી તબાહી-
ઉત્તર ભારતમાં સતત વધી રહેલી ગરમી વચ્ચે આસામમાં અવિરત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. દિમા હાસાઓ જિલ્લાના પર્વતીય ક્ષેત્રમાં ભૂસ્ખલનને કારણે રેલ અને માર્ગ સંપર્ક તૂટી ગયો હતો, જેના કારણે રાજ્યના બાકીના ભાગો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), ફાયર અને કટોકટી સેવાઓ આસામમાં વરસાદ પ્રેરિત પૂર પછી સ્થાનિક લોકો ઉપરાંત પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી રહી છે. કેન્દ્ર સરકાર પણ આસામની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. કેન્દ્રએ આસામ સરકારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે.
આ પણ વાંચો......
વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો, સીઆર પાટીલની હાજરીમાં આ નેતા જોડાશે ભાજપમાં
પાકિસ્તાનની મોડલે ફોલોઅર્સ વધારવા જંગલમાં લગાવી આગ, ભડક્યા લોકો
આ રાજ્યમાં સતત ત્રણ દિવસ સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG Price Hike: મોંઘવારીનો આંચકો, આજે ઘરેલૂ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો, જાણો કેટલો થયો ભાવ
SBI Alert: SBI ગ્રાહકો ધ્યાન આપો! ભૂલથી પણ આ લિંક પર ક્લિક ન કરો, બેંક ખાતું ખાલી થઈ જશે
Horoscope 19 May 2022: મેષ, કર્ક, ધન રાશિને થઇ શકે છે હાનિ, જાણો 12 રાશિઓનું રાશિફળ