આગામી પાંચ દિવસ આ રાજ્યોમાં વરસશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી પાંચ દિવસ સુધી ઉત્તર-પૂર્વના સાત રાજ્યો અને દક્ષિણ ભારતના બે રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી પાંચ દિવસ સુધી ઉત્તર-પૂર્વના સાત રાજ્યો અને દક્ષિણ ભારતના બે રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. જ્યારે પશ્ચિમ અને ઉત્તર ભારતમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાત અને કર્ણાટકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. યુપીમાં પાંચ દિવસ સુધી વાતાવરણ સાફ રહેશે.
ઘણા રાજ્યોમાં હવામાનમાં પલટો આવવાનો છે. આગામી પાંચ દિવસમાં દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસમાં મધ્ય ભારતમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ કર્ણાટક અને ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી પાંચ દિવસ સુધી પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં ખાસ કરીને તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં કર્ણાટકના તુમકુરુમાં 15 સેમી, ગુજરાતના વડોદરામાં 13, જૂનાગઢમાં 11 અને મધ્યપ્રદેશના શિવપુરીમાં 10 સેમી વરસાદ નોંધાયો છે.બીજી તરફ બિહારના દરભંગા જિલ્લામાં કોસી નદીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કિરાતપુર બ્લોકના ભુભોલ ગામ પાસે કોસી નદીનો પાળો તૂટવાને કારણે અહીંની લગભગ ચાર લાખ વસ્તી પૂરની ઝપેટમાં છે.
1 ઓક્ટોબર : હવામાન વિભાગે 1 ઓક્ટોબરે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સિવાય પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.
2 ઓક્ટોબર: હવામાન વિભાગે 2 ઓક્ટોબરે પૂર્વોત્તર રાજ્યોમાં મૂશળધાર વરસાદની ચેતવણી જાહેર કરી છે. IMDએ આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તમિલનાડુ અને કેરળમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે.
3 ઓક્ટોબર : IMD એ પણ 3 ઓક્ટોબરે મણિપુર, નાગાલેન્ડ, મેઘાલય, આસામ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ અને કેરળમાં યલો એલર્ટ છે.
4 ઓક્ટોબર: હવામાન વિભાગે 4 ઓક્ટોબરે સાત રાજ્યોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. આ રાજ્યોમાં આસામ, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, મણિપુર, મેઘાલય અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. તમિલનાડુમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
5 ઓક્ટોબર : આ દિવસે દક્ષિણ-પશ્ચિમ ભારતમાં હવામાન સામાન્ય રહેશે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં 5 ઓક્ટોબરે પાંચમાં દિવસે પણ ભારે વરસાદ ચાલુ રહેશે.
Gujarat Rain: વડોદરા, ભરૂચ, સુરત અને નવસારીમાં વરસાદની આગાહી