ઇન્ડિયન આર્મીમાં બહાર પડી મોટી ભરતી, 12 પાસ અને ગ્રેજ્યુએટ માટે શાનદાર તક, કેટલો મળશે પગાર?
Indian Army Recruitment 2024: જો તમે પણ સેનામાં જોડાવાનું સપનું જોતા હોવ તો તમારા માટે એક સારા સમાચાર છે
Indian Army Recruitment 2024: દરેક વ્યક્તિ ભારતીય સેનામાં નોકરી મેળવવા માંગે છે. જો તમે પણ સેનામાં જોડાવાનું સપનું જોતા હોવ તો તમારા માટે એક સારા સમાચાર છે. ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સ કોર ‘ગ્રુપ 'સી' કેટેગરીની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. કોઈપણ જે સેનામાં નોકરી કરવાનું વિચારી રહ્યું છે તે સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in દ્વારા અરજી કરી શકે છે.
આ આર્મી ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ભરતી દ્વારા કુલ 625 જગ્યાઓ ભરવામાં આવશે. જો તમે પણ આ આર્મી પોસ્ટ્સ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલા આપેલા મુદ્દાઓને ધ્યાનથી વાંચો.
ભારતીય સેનામાં બહાર પડેલી જગ્યાઓ
લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) – 56 જગ્યાઓ
ફાયરમેન - 28 જગ્યાઓ
ટ્રેડ્સમેન મેટ – 228 જગ્યાઓ
ફિટર (સ્કિલ્ડ) – 27 પોસ્ટ્સ
ઇલેક્ટ્રિશિયન (પાવર) (હાઇલી સ્કિલ્ડ-II) – 1 પોસ્ટ
વ્હીકલ મિકેનિક- 90 જગ્યાઓ
કૂક - 5 પોસ્ટ્સ
સ્ટોરકીપર- 9 જગ્યાઓ
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (MTS) – 13 જગ્યાઓ
મશિનિસ્ટ (સ્કિલ્ડ) – 13 જગ્યાઓ
ઓર્ડનન્સ મિકેનિક (હાઇલી સ્કીલ્ડ-II) – 4 જગ્યાઓ
સ્ટેનોગ્રાફર ગ્રેડ-II- 1 પોસ્ટ
વોશરમેન- 3 જગ્યાઓ
ઇલેક્ટ્રિશિયન - 32 જગ્યાઓ
ફાર્માસિસ્ટ- 1 જગ્યા
ફાયર એન્જિન ડ્રાઈવર – 1 પોસ્ટ
વેલ્ડર (સ્કિલ્ડ) – 12 જગ્યાઓ
ટેલિકોમ્યુનિકેશન મિકેનિક- 52 જગ્યાઓ
એન્જિનિયર ઇક્વિપમેન્ટ મિકેનિક- 5 જગ્યાઓ
વાળંદ- 4 જગ્યાઓ
અપહોલ્સ્ટર (સ્કિલ્ડ) – 1 પોસ્ટ
ટીન એન્ડ કોપર સ્મિથ (સ્કિલ્ડ) – 22 પોસ્ટ્સ
મોલ્ડર (સ્કિલ્ડ) – 1 પોસ્ટ
વ્હીકલ મિકેનિક (મોટર વ્હીકલ) – 15 જગ્યાઓ
ડ્રાફ્ટ્સમેન ગ્રેડ-II- 1 પોસ્ટ
ભારતીય સેનામાં નોકરી મેળવવા માટે વય મર્યાદા
ફાયર એન્જિન ડ્રાઈવરની જગ્યાઓ માટે વય મર્યાદા: 18 વર્ષથી 30 વર્ષ
અન્ય તમામ પોસ્ટ માટે વય મર્યાદા: 18 વર્ષથી 25 વર્ષ
ભારતીય સેનામાં નોકરી મેળવવા માટેની લાયકાત
કોઈપણ જે ભારતીય સેનાની આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યું છે, તેની પાસે ધોરણ 12, કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે.
ભારતીય સેનામાં પસંદગી પર પગાર આપવામાં આવશે
ફિટર (સ્કિલ્ડ) લેવલ 2: 19,900થી 63,200 રૂપિયા
વ્હીકલ મિકેનિક લેવલ 4: 25,500 થી 81,100 રૂપિયા
ટ્રેડ્સમેન મેટ લેવલ 1: 18,000થી 56,900 રૂપિયા
ફાયરમેન લેવલ 2: 19,900 થી 63,200 રૂપિયા
ઇલેક્ટ્રિશિયન લેવલ 4: 25,500 થી 81,100 રૂપિયા
ફાર્માસિસ્ટ લેવલ 5: 29,200 થી 92,300 રૂપિયા
ભારતીય સેનામાં આ રીતે સિલેક્શન થશે
એપ્લિકેશનની શોર્ટલિસ્ટિંગ
લેખિત પરીક્ષા
સ્કિલ ટેસ્ટ/PET અને PST (પોસ્ટ મુજબ)
દસ્તાવેજોની ચકાસણી
મેડિકલ ટેસ્ટ
Education Loan Information:
Calculate Education Loan EMI