શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં કેમ થઈ હિમવર્ષા? જાણો કારણ

સોમવારે હિમાચલના લાહોલ સ્ફીતિ, કિન્નૌર, કુલ્લુ, ચંબા અને મનાલી જિલ્લામાં હિમવર્ષા થઈ શકે છે. લાહોલ સ્ફીતિના કેલાંગમાં સૌથી વધુ 18 ઈંચ હિમવર્ષા થઈ હતી

શ્રીનગર: સોમવારે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, કેસ્પિયન સમુદ્રમાં ઊઠતાં પવનને લીધે હિમવર્ષા થઈ રહી છે. આ પવનને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ કહેવામાં આવે છે. હાલ આ હવામાન સિસ્ટમ પર્વતો નજીક છે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં મંગળવાર સાંજ સુધી હિમવર્ષા થઈ શકે છે. ત્યાર બાદ હવામાન સિસ્ટમ પૂર્વ તરફ વધશે જેનાથી 15 જાન્યુઆરીએ હવામાન સાફ થવા લાગશે. જોકે ઉત્તર હિમાચલ પ્રદેશમાં હળવો વરસાદ પણ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 16 જાન્યુઆરીથી સક્રિય થશે. તેનાથી પર્વતો પર હિમવર્ષા થઈ શકે છે. એવામાં પર્યટકોએ એક અઠવાડિયા સુધી પર્વતોના પ્રવાસને પડતો મૂકવો જોઈએ. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાનમાં પણ છે. તેનાથી અફઘાન, પાકિસ્તાન અને કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં કેમ થઈ હિમવર્ષા? જાણો કારણ સોમવારે હિમાચલના લાહોલ સ્ફીતિ, કિન્નૌર, કુલ્લુ, ચંબા અને મનાલી જિલ્લામાં હિમવર્ષા થઈ શકે છે. લાહોલ સ્ફીતિના કેલાંગમાં સૌથી વધુ 18 ઈંચ હિમવર્ષા થઈ હતી. અહીં તાપમાન -6 ડિગ્રી નોંધાયું અને રાજ્યનું સૌથી ઠંડુ સ્થાન રહ્યું હતું. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં કેમ થઈ હિમવર્ષા? જાણો કારણ જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં 27 સેમી હિમવર્ષા થઈ હતી. હિમવર્ષાને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. શ્રીનગર-લેહ નેશનલ હાઈવે, મુઘલ રોડ 34 દિવસથી બંધ છે. આ રોડ એપ્રિલ-મેમાં ખૂલી શકશે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં કેમ થઈ હિમવર્ષા? જાણો કારણ શ્રીનગરથી બીજા દિવસે ફ્લાઈટો રદ કરવી પડી હતી. કાશ્મીરની ક્લસ્ટર યુનિવર્સિટીએ સ્થિતિ સુધરવા સુધી પરીક્ષાઓ સ્થગિત કરી હતી. લદ્દાખના દ્રાસમાં ક્ષેત્રનું સૌથી ઓછું તાપમાન માઈનસ 10.5 ડિગ્રી રહ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Embed widget