(Source: ECI/ABP News/ABP Majha)
Herbs against Coronavirus: કોરોનાનો ફાટ્યો છે રાફડો, ખૂબ કામની છે આ જડીબુટ્ટી
જે લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી હોય છે એવા લોકોને આવી સિઝનમાં તાવ, શરદી, ઉધરસ વગેરે જેવી તકલીફો ઝડપથી થતી હોય છે. ઈમ્યૂન સિસ્ટમ નબળી હોવાને કારણે શરીર વાતાવરણમાં રહેલાં બેક્ટેરિયાની ઝપટમાં આવી જાય છે અને વ્યક્તિ બીમાર પડી જાય છે.
દેશમાં કોરોનાનું સંક્રમણ (Coronavirus) બેકાબૂ બની ગયું છે. કોરોનાના કેસ રોજ નવી ટોચ બનાવી રહ્યા છે. આ દરમિયાન ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવી રાખવી ખૂબ જરૂરી છે. આયુર્વેદનો (Ayurveda) ઈમ્યુનિટી વધારવામાં (Immunity Booster) ખૂબ મોટો રોલ માનવામાં આવે છે. અનેક પ્રકારની જડીબુટ્ટી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. જે લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી હોય છે એવા લોકોને આવી સિઝનમાં તાવ, શરદી, ઉધરસ વગેરે જેવી તકલીફો ઝડપથી થતી હોય છે. ઈમ્યૂન સિસ્ટમ નબળી હોવાને કારણે શરીર વાતાવરણમાં રહેલાં બેક્ટેરિયાની ઝપટમાં આવી જાય છે અને વ્યક્તિ બીમાર પડી જાય છે.
અશ્વગંધાઃ આ જડીબુટ્ટીનો પ્રયોગ લાંબા સમયથી અનેક રોગમાં કરવામાં આવે છે. ઈમ્યુનિટી વધારવા ઉપરાંત બેક્ટેરિયલ ઈન્ફેક્શનને રોકે છે. શારિરિક નબળાઈ દૂર કરે છે. તેનું ઉંઘતા પહેલા દૂધ સાથે સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ જડીબુટ્ટી ડાયાબિટીસ, હાઈ બીપીથી લઈ કેન્સર જેવી બીમારીમા પણ અસરકારક છે.
મુલેઠી: શરદી, ઉધરસ, ગળામાં ખારાશ જેવા કોરોનાના લક્ષણ છે. મુલેઠી આ બધી પરેશાની દૂર કરવામાં સહાયક છે. એન્ટીબાયોટિક હોવાની સાથે એન્ટીઓક્સિડેંટથી ભરપૂર છે. સંક્રમણ રોકવા પરાંત શ્વાસ સંબંધી સમસ્યા દૂર કરવામાં સહાયક છે. તે ફેફસામાં જામેલા કફને પણ બહાર કાઢે છે.
ગિલોય: ગિલોય આયુર્વેદમાં ચમત્કારિક ઔષધિ છે. ઈમ્યુન સિસ્ટમને ઠીક કરવા તાવ ઉતારવાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ગિલોયું સેવન ડાયાબિટીઝ, કફ, એસિડિટી, લિવર, હાર્ટ ડિસીઝથી લઈ કેન્સરના દર્દીઓ માટે લાભકારી છે. તેનો ઉકાળો બનાવીને પીવાથી અનેક લાભ થાય છે.
મરી: એક નાની ચમચી કાળા મરી, ચાર ચમચી લીંબુનો રસને પાણીમાં મિક્ષ કરીને ગરમ કરો. દરરોજ સવારે આનું સેવન કરો પછી તેમાં 1 ચમચી મધ મિક્ષ કરીને પીવો. આનાથી તમને શરદી, ઉધરસમાં રાહત મળશે. જેનાથી શરીરીની રોગપ્રતિકારક શક્તિ પણ વધશે અને આ તમારા શરીરની વધારાની ચરબીને પણ ઘટાડવામાં મદદ કરશે.
Disclaimer: કોઈપણ જડીબુટ્ટીનો ઉપયોગ કરતાં પહેલા આયુર્વેદના જાણકાર, આયુર્વેદીક તબીબની સલાહ લેવી જરૂરી છે.