શોધખોળ કરો

મહાકુંભમાં સ્નાન કરવા યોગ્ય નથી સંગમનું પાણી, CPCBએ NGTને આપ્યો રિપોર્ટ

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન વિવિધ સ્થળોએ ગંદા પાણીનું સ્તર સ્નાન માટે પાણીની મૂળભૂત ગુણવત્તાને અનુરૂપ નથી

Maha Kumbh 2025: કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ના એક રિપોર્ટના માધ્યમથી સોમવારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ને જાણ કરવામાં આવી હતી કે પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન વિવિધ સ્થળોએ ગંદા પાણીનું સ્તર સ્નાન માટે પાણીની મૂળભૂત ગુણવત્તાને અનુરૂપ નથી. સીપીસીબી અનુસાર, ગંદા પાણીના દૂષણનું સૂચક 'ફેકલ કોલિફોર્મ' ની મર્યાદા પ્રતિ 100 મિલી 2500 યુનિટ છે.

એનજીટી અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ, ન્યાયિક સભ્ય ન્યાયાધીશ સુધીર અગ્રવાલ અને નિષ્ણાત સભ્ય એ. સેન્થિલ વેલની બેન્ચ પ્રયાગરાજ ખાતે ગંગા અને યમુના નદીઓમાં ગંદા પાણીના પ્રવાહને રોકવાના મુદ્દા પર સુનાવણી કરી રહી હતી. બેન્ચે જણાવ્યું હતું કે સીપીસીબીએ 3 ફેબ્રુઆરીના રોજ એક રિપોર્ટ દાખલ કર્યો હતો જેમાં ચોક્કસ પાલન ન થયું હોય અથવા ઉલ્લંઘનો તરફ ઇશારો કરવામાં આવ્યો હતો.  

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, 'નદીની પાણીની ગુણવતા વિવિધ અવસરો પર તમામ દેખરેખ સ્થળો પર ગંદા પાણી ‘ફેકલ કોલીફોર્મ’ના સંબંધમાં સ્નાન માટે  ગુણવતાના અનુરૂપ નથી. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન મોટી સંખ્યામાં લોકો નદીમાં સ્નાન કરે છે, જેના કારણે ગંદા પાણીની સાંદ્રતા વધે છે.

બેન્ચે એમ પણ કહ્યું કે ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (UPPCB) એ વ્યાપક કાર્યવાહી રિપોર્ટ દાખલ કરવા માટે NGTના અગાઉના નિર્દેશનું પાલન કર્યું નથી. NGTએ જણાવ્યું હતું કે UPPCB એ ફક્ત પાણીના કેટલાક રિપોર્ટ્સ સાથે પત્ર દાખલ કર્યો હતો.

NGT એ એક દિવસનો સમય આપ્યો

બેન્ચે કહ્યું હતું કે, 'યુપીપીસીબીની સેન્ટ્રલ લેબોરેટરીના ઇન્ચાર્જ દ્વારા 28 જાન્યુઆરીના રોજ મોકલવામાં આવેલા પત્ર સાથે જોડાયેલા દસ્તાવેજોની સમીક્ષામાં પણ જાણવા મળ્યું છે કે વિવિધ સ્થળોએ ગંદા પાણીનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું છે.'NGT એ ઉત્તર પ્રદેશ રાજ્યના વકીલને રિપોર્ટ વાંચવા અને જવાબ દાખલ કરવા માટે એક દિવસનો સમય આપ્યો હતો.

બેન્ચે કહ્યું હતું કે  ' સભ્ય સચિવ, યુપીપીસીબી અને પ્રયાગરાજમાં ગંગા નદીમાં પાણીની ગુણવત્તા જાળવવા માટે જવાબદાર સંબંધિત રાજ્ય સત્તામંડળને 19 ફેબ્રુઆરીના રોજ આગામી સુનાવણીમાં ડિજિટલ રીતે હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવે છે.'                                                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કોલકાતા એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના: લેસર લાઇટથી 159 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?
કયા રાજ્યોમાં બહારના લોકો નથી ખરીદી શકતા જમીન, કેમ લેવામાં આવ્યો આવો નિર્ણય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget