શોધખોળ કરો
Advertisement
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી બન્યા સાઈબર ક્રાઈમનો શિકાર, બદમાશોએ ઈમેલ-આઈડી હેક કરી લોકો પાસે માંગ્યા પૈસા
નાઈજીરિયાના એક ગેંગે મુખ્યમંત્રીના ઈ-મેઈલને હેક કરીને કેટલાક લોકોને મુખ્યમંત્રીના નામ પર કોવિડ ફંડમાં પૈસા આપવાની માંગ કરી.
શિમલા: સાઈબર ક્રાઈમ દિવસે દિવસે વધી રહ્યું છે. જ્યારે આ લોકડાઉન વચ્ચે સાઈબર ક્રાઈમના કેસ ઘણા સામે આવ્યા છે. ઘણા લોકોના મોબાઈલ ફોન પર ફ્રોડ કોલથી લઈને મેઈલ સુધી હુમલો કરવામાં આવ્યો છે. હવે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર પણ નથી બચી શક્યા તેઓ પણ સાઈબર ક્રાઈમનો શિકાર થયા છે.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાઈબર ક્રાઈમનો શિકાર થયા છે. નાઈજીરિયાના એક ગેંગે મુખ્યમંત્રીના ઈ-મેઈલને હેક કરીને કેટલાક લોકોને મુખ્યમંત્રીના નામ પર કોવિડ ફંડમાં પૈસા આપવાની માંગ કરી. જ્યારે મુખ્યમંત્રીને આ વાતની જાણકારી મળી તો તેમણે આ મામલે પોલીસને તપાસ સોંપી ત્યારે ખુલાસો થયો કે આની પાછળ એક નાઈજીરિયન ગેંગનો હાથ છે.
પોલીસ મહાનિર્દેશકે તેની જાણકારી આપતા જણાવ્યું કે ગૂગલ પાસે આ મામલાને ઉઠાવવામાં આવ્યો છે જેની મદદથી ગેંગની જાણકારી મળી છે. આ કેસમાં તપાસ ચાલી રહી છે. 40થી 50 લોકોને આ ઈમેઈલ મોકલવામાં આવ્યા છે પરંતુ હાલમાં કોઈ ઠગનો શિકાર નથી બન્યું.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion