Himachal Pradesh Cabinet: હિમાચલ પ્રદેશમાં મંત્રીઓને ખાતાની થઈ ફાળવણી, જાણો કોને મળ્યું કયું ખાતું
Himachal Pradesh Cabinet: સીએમ સુખુએ નાણા વિભાગ, સામાન્ય વહીવટીતંત્ર, ગૃહ વિભાગ, કર્મચારી વિભાગને પોતાની પાસે રાખ્યા છે, આ સિવાય જે વિભાગો કોઈને ફાળવવામાં આવ્યા નથી તે પણ મુખ્યમંત્રી સંભાળશે.
Himachal Pradesh Cabinet: સુખવિન્દર સિંહ સુખુની સરકારમાં મંત્રીઓમાં વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. સીએમ સુખુએ નાણા વિભાગ, સામાન્ય વહીવટીતંત્ર, ગૃહ વિભાગ, કર્મચારી વિભાગને પોતાની પાસે રાખ્યા છે, આ સિવાય જે વિભાગો કોઈને ફાળવવામાં આવ્યા નથી તે પણ મુખ્યમંત્રી સંભાળશે. નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીને જલ શક્તિ વિભાગ, પરિવહન અને ભાષા, કલા અને સંસ્કૃતિ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. ડેપ્યુટી સીએમને આપવામાં આવેલા પોર્ટફોલિયોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કર્નલ ધની રામ શાંડિલને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને શ્રમ અને રોજગાર વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે ચંદ્ર કુમાર કૃષિ અને પશુપાલન વિભાગના મંત્રી હશે. હર્ષવર્ધન ચૌહાણ ઉદ્યોગ, સંસદીય બાબતો અને આયુષ વિભાગનો હવાલો સંભાળશે. રોહિત ઠાકુર હિમાચલ પ્રદેશ સરકારમાં શિક્ષણ મંત્રી હશે. તેમની પાસે પ્રાથમિક શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ વિભાગ, વ્યવસાયિક અને ઔદ્યોગિક તાલીમની જવાબદારી પણ રહેશે.
Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu allocates portfolios to his cabinet ministers, keeps Home, Finance, Planning, Personnel & General administration with himself while Deputy CM Mukesh Agnihotri given charge of Jal Shakti, Transport & Language Arts & Culture dept. pic.twitter.com/NFR1EbmyBO
— ANI (@ANI) January 11, 2023
જગત સિંહ નેગીને મહેસૂલ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમની પાસે બાગાયત અને આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી પણ રહેશે. અનિરુદ્ધ સિંહને પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે વિક્રમાદિત્ય સિંહને PWD મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ યુવા સેવા અને રમતગમત વિભાગની પણ જવાબદારી સંભાળશે.
વિદેશથી આવેલા મોટાભાગના મુસાફરો ઓમિક્રોન સબ વેરિઅન્ટ BF.7થી સંક્રમિત, જાણો અત્યાર સુધીમાં કેટલા મળ્યા કોરોના પોઝિટિવ
ઘણા દેશોમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે ભારતમાં હવાઈ મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ મુસાફરોના કોરોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે, જેનાં પરિણામો દર્શાવે છે કે BF.7, કોરોનાના વેરિઅન્ટ ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ, મોટાભાગના મુસાફરોમાં ચેપ લાગ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ જાણકારી આપી છે.
કેટલા મુસાફરોના ટેસ્ટ કરાયા અને કેટલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે કહ્યું કે, અત્યાર સુધીમાં 15 લાખથી વધુ હવાઈ મુસાફરોની કોવિડ-19 માટે તપાસ કરવામાં આવી છે. જેમાંથી 200 થી વધુ મુસાફરો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા તેમના નમૂનાઓ દર્શાવે છે કે ઘણા મુસાફરોમાં BF.7 વેરિઅન્ટ જોવા મળ્યું હતું. અમારી રસીઓ આ પ્રકાર સામે અસરકારક છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
બે દિવસ પહેલા એટલે કે સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં તમામ ઓમિક્રોન સબ-વેરિઅન્ટની હાજરી જોવા મળી છે. 29 ડિસેમ્બર, 2022 અને 7 જાન્યુઆરી, 2023 વચ્ચે લેવામાં આવેલા 324 કોવિડ પોઝિટિવ નમૂનાઓના 'સેન્ટિનલ સિક્વન્સિંગ' દ્વારા આ બહાર આવ્યું છે.