મનાલી શહેરમાં સીઝનની પહેલી બરફવર્ષા થઈ છે. હળવી બરફવર્ષા નોંધાઈ છે. મનાલીમાં લઘુત્તમ તાપમાન માઇનસમાં ચાલ્યું ગયું છે.
2/5
શિમલાના કુફરી, નારકંડા અને ખડાપથ્થરમાં બરફવર્ષા થઈ છે. નારકંડામાં એચઆરટીસીની બસ હાઈવે પર બરફ પર ફસાઈ ગઈ અને કિનારા પર પેરાફિટ પર અટકી ગઈ. જો તે પેરાફિટ પર અટકી ન હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી. કુલ્લુમાં મલાણા અને બિજલી મહાદેવ સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે.
3/5
શિમલા અને મનાલી ઉપરાંત કિન્નોર અને લાહૌલ સ્પીતિમાં અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન માઇનસમાં ચાલ્યું ગયું છે. હિમાચલમાં બે દિવસ માટે યલો એલર્ટ છે. 16 ડિસેમ્બરે રાજ્યનું હવામાન સામાન્ય થશે.
4/5
હિમાચલમાં બરફવર્ષા જોવા અને માણવાં આવતા પ્રવાસીઓને પણ ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર બરફની ચાદર છવાઈ જતાં વાહનો સ્લીપ થતા હોય એવા દ્શ્યો પણ જોવા મળી રહ્યા છે.
5/5
શિમલા: હિમાચલ પ્રદેશમાં પહાડી વિસ્તારમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે. પહાડ સહિત ઉંચાઈ વાળા વિસ્તારમાં બરફવર્ષાના કારણે પ્રદેશ ઠંડોગાર થઈ ગયો છે. રાત્રે શરૂ થયેલી બરફવર્ષાની અસર નજીકના પડોશી રાજ્યોમાં પણ જોવા મળી રહી છે, અહીં ઠંડીમાં વધારો થયો છે. હિમાચલના કાંગડાની ઘૌલાઘાર પર્વત ઋૃંખલા સહિત કુલ્લૂ અને કિન્નોરના પહોડો પર ભારે બરફવર્ષા થઈ રહી છે. પર્યટન નગરી મનાલીમાં પણ સીઝનની પ્રથમ બરફવર્ષા થઈ છે.