લોકડાઉન તરફ આગળ વધ્યું આ રાજ્ય, રાજ્ય સરકારે કડક પ્રતિબંધો લાગૂ કર્યા
ઓફિસોમાં માત્ર 50 ટકા સ્ટાફ જ આવશે. શનિ-રવિના દિવસે ઓફિસ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
![લોકડાઉન તરફ આગળ વધ્યું આ રાજ્ય, રાજ્ય સરકારે કડક પ્રતિબંધો લાગૂ કર્યા Himachal Pradesh Govt imposes more restrictions લોકડાઉન તરફ આગળ વધ્યું આ રાજ્ય, રાજ્ય સરકારે કડક પ્રતિબંધો લાગૂ કર્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/3227a1432438c549166044eadad64deb_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હિમાચલ પ્રદેશ લોકડાઉન તરફ આગળ વધી રહ્યું છે. અહીં કોરોના કેસ વધવાની સાથે, કોવિડ 19 ને લગતા નિયંત્રણોમાં વધુ વધારો કરવામાં આવ્યો છે. ઓફિસોમાં માત્ર 50 ટકા સ્ટાફ જ આવશે. શનિ-રવિના દિવસે ઓફિસ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે હિમાચલ સરકારે શનિવારે શાળા-કોલેજો અને તમામ શૈક્ષણિક સંસ્થાઓને 26 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો હતો.
સરકારના નવા આદેશ અનુસાર ધાર્મિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ખુલ્લામાં યોજાનાર સમારોહમાં ક્ષમતાના માત્ર 50 ટકા લોકો જ હાજરી આપશે. ઇન્ડોર ક્ષમતાના 50 ટકા, મહત્તમ 100 લોકો હાજરી આપી શકે છે. ઓપન સ્પેસ ઇવેન્ટ્સમાં વધુમાં વધુ 300 લોકોને ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે. જિલ્લાઓના ડીસી દુકાનો ખોલવાના અને બંધ કરવાના સમય અંગે નિર્ણય લેશે.
કોવિડ-19ના નવા પ્રકાર ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને, કોરોના વાયરસના ફેલાવાને રોકવા અને સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જિલ્લામાં નિયંત્રણો લાદવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતા ઉનાના ડેપ્યુટી કમિશનર રાઘવ શર્માએ જણાવ્યું હતું કે, આગામી આદેશ સુધી જિલ્લામાં રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ રહેશે.
હિમાચલ પ્રદેશ સરકાર વધુ નિયંત્રણો લાગૂ કર્યા છે. તમામ સરકારી કચેરીઓ સપ્તાહના અંતે બંધ રહેશે, સપ્તાહના દિવસોમાં 50% કર્મચારીઓની હાજરીમાં કામ કરશે. તમામ સામાજિક/ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ડીએમને દુકાનો/બજારોનો સમય નક્કી કરવાની છૂટ આપવામાં આવી છે. આ આદેશ 24 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.
મહારાષ્ટ્ર સરકારે કોરોનાની નવી ગાઇડલાઇન કરી જાહેર
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કોરોના નિયંત્રણોમાં અનેક ફેરફાર કર્યા છે. નવી ગાઇડલાઇન્સ અનુસાર બ્યૂટી પાર્લરને સલૂન સાથે જોડવામાં આવશે અને 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. જિમ પણ 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. કોરોનાની રસીના બંન્ને ડોઝ લીધા હોય તેમને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. નવી ગાઇડલાઇન 10 જાન્યુઆરીથી લાગુ કરાશે.
નવી ગાઇડલાઇન અનુસાર મહારાષ્ટ્રમાં રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે. સવારે પાંચથી રાત્રે 11 વાગ્યા સુધી કલમ 144 લાગુ રહેશે. એટલે કે દિવસમાં એક સાતે એક જ સ્થળ પર પાંચ કે તેથી વધુ લોકો એકઠા થઇ શકશે નહી. નવા પ્રતિબંધો અનુસાર સ્કૂલ અને કોલેજ આજથી 15 ફેબ્યુઆરી સુધી બંધ કરી દેવામાં આવશે. મેદાન, ગાર્ડન, ટુરિસ્ટ પ્લેસ, સ્વિમિંગ પુલ, સ્પા, વેલનેસ સેન્ટર આગામી આદેશ સુધી બંધ રહેશે. મ્યૂઝિયમ, એન્ટરટેઇમેન્ટ પાર્ક પણ બંધ રહેશે.
સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે તે સિવાય આવશ્યક સેવાઓ સિવાય લોકો રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ સુધી લોકોના અવરજવર પર પ્રતિબંધ રહેશે. રાજ્યમાં થોડા અપવાદો સિવાય શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફક્ત વેક્સિન લેનારા લોકોને જ મુસાફરી કરવા દેવામાં આવશે. નવા નિયમ પ્રમાણે થિયેટરો 50 ટકાની ક્ષમતા સાથે જ ચાલું રાખી શકાશે અને રાત્રે 10 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી બંધ રહેશે. પ્રાઈવેટ ઓફિસો પણ 50 ટકા સ્ટાફ સાથે કાર્યરત રહી શકશે. તેમાં પણ જે કર્મચારીઓએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમને જ મંજૂરી આપવામાં આવશે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ વધુમાં વધુ 50 અને અંતિમક્રિયામાં 20 લોકોને જ મંજૂરી મળશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)