શોધખોળ કરો

ભારતમાં તાલિબાની સજા, નાના છોકરાએ ખાવા માટે કૂરકૂરેની ચોરી કરી તો દુકાનદારે નગ્ન કરીને ફટકાર્યો, ને પછી આંખોમાં મરચું ભરી દીધુ.....

અહીં એક સગીર છોકરો ભૂખ્યો હતો, તેથી તેને એક દુકાનમાંથી ખાવાની વસ્તુઓની ચોરી કરી. આ પછી દુકાનદાર ગુસ્સે થઈ ગયો

Himachal News: ભારતમાં પણ હવે અમૂક જગ્યાએ લોકો કાયદાનું ઉલ્લંઘન કરીને તાલિબાની સજાઓ આપતા થયા છે. આવો જ કિસ્સો હાલમાં હિમાચલ પ્રદેશમાંથી સામે આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં એક નાના બાળકને એક દુકાનદારે તાલિબાની સજા આપી છે. અહીં જ્યારે એક ભૂખ્યો નાનો છોકરો પેટ ભરવા માટે દુકાનમાંથી અમૂક કૂરકૂરે અને ખાદ્યપદાર્થોની ચોરી કરતો હતો, ત્યારે દુકાનદારે તેને બજારની વચ્ચે નગ્ન કરીને ફટકાર્યો હતો, એટલુ જ નહીં તેની આંખોમાં મરચું પણ ભરી દેવામાં આવ્યુ હતુ. ભગવાનની ભૂમિ કહેવાતા હિમાચલ પ્રદેશમાંથી આ શરમજનક મામલો સામે આવ્યો છે. આ ઘટના શિમલા જિલ્લાના તહસીલ હેડક્વાર્ટર ટિક્કરમાં એક સગીર બાળક સાથે બની હતી.

નાના છોકરા સાથે અત્યાચાર - 
અહીં એક સગીર છોકરો ભૂખ્યો હતો, તેથી તેને એક દુકાનમાંથી ખાવાની વસ્તુઓની ચોરી કરી. આ પછી દુકાનદાર ગુસ્સે થઈ ગયો. ગુસ્સામાં તેને સગીરને બજારની વચ્ચે નગ્ન કરીને ઉભો કરી દીધો હતો. આખું બજાર તમાશો જોઈને ઊભું રહ્યું, પરંતુ કોઈએ દુકાનદારને રોકવાનો કે સગીરને બચાવવાનો પ્રયાસ કર્યો નહીં. મામલો 31 જુલાઈનો છે. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં આવી ઘટનાની નિંદા કરી રહ્યા છે. પીડિત સગીર મૂળ નેપાળનો છે. તેના પિતા ટિક્કરમાં જ મજૂરી કરે છે. ભૂતકાળમાં માતાનું લાંબી માંદગીને કારણે મૃત્યુ થયું હતું અને હવે આ ઘટનાએ સગીરના મન પર ઊંડી માનસિક અસર છોડી છે.

ફરિયાદ ના નોંધાવવાનું દબાણ - 
મળતી માહિતી મુજબ, મામલાને દબાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. સગીરના પિતા નરેશ કુમાર પર ફરિયાદ ના કરવા દબાણ કરવામાં આવ્યું હતું. આમ છતાં તેના પિતા નરેશ કુમારે હિંમત બતાવી અને દીકરા સાથેની ઘટના અંગે પોલીસમાં ફરિયાદ કરી. સ્થાનિક પોલીસે આ કેસમાં આરોપી દુકાનદાર રાહુલ સોની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ડીએસપી રોહરુ રવિન્દ્ર સિંહે કહ્યું છે કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ મામલાની તપાસ બાદ ચોકીના હેડ કૉન્સ્ટેબલ મદનસિંહને સોંપવામાં આવ્યા છે. પોલીસે કલમ 323 અને 341 હેઠળ કેસ નોંધ્યો છે.

લોકોએ ના કરી બચાવવાની હિંમત -
આ બધાની વચ્ચે આશ્ચર્યની વાત એ છે કે દેવભૂમિ કહેવાતા હિમાચલ પ્રદેશમાં જ્યારે આ પ્રકારની ઘટના બની રહી હતી ત્યારે ત્યાંથી પસાર થતા લોકો પોતાના કામ તરફ જતા રહ્યા હતા. લોકો ઉભા રહીને ચુપચાપ તમાશો જોતા હતા, પરંતુ કોઈએ દુકાનદારને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો. જો કોઈએ બાળકને બચાવવાની હિંમત દાખવી હોત તો આ ઘટના બની ન હોત. મામલો નાની ચોરીનો હતો, સગીરને કાઉન્સેલિંગ બાદ છોડી દેવામાં આવ્યો હોત. દુકાનદાર આ બાબતે પોલીસને પણ જાણ કરી શકે છે. આટલું છતા પોતાનો અહંકાર બતાવીને દુકાનદારે યુવકોને બજારમાં નગ્ન કર્યા અને આસપાસ ઉભેલા લોકો આ બાળકને દર્શક બનીને જોતા રહ્યા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget