શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દેશમાં શાળા-કોલેજો ખોલવાની ગૃહ મંત્રાલયે મંજૂરી આપી હોવાના અહેવાલ અંગે કેન્દ્ર સરકારે શું કરી સ્પષ્ટતા ?
મીડિયાના એક વર્ગમાં એવા રિપોર્ટ આવ્યા હતા કે મંત્રાલયે તમામ રાજ્યોમાં સ્કૂલ ખોલવાની અનુમતી આપી દીધી છે, બાદમાં ગૃહ મંત્રાલયના પ્રવક્તા તરફથી આને લઇને જાણકારી આપવામાં આવી છે
![દેશમાં શાળા-કોલેજો ખોલવાની ગૃહ મંત્રાલયે મંજૂરી આપી હોવાના અહેવાલ અંગે કેન્દ્ર સરકારે શું કરી સ્પષ્ટતા ? home ministry statement on schools and colleges opening દેશમાં શાળા-કોલેજો ખોલવાની ગૃહ મંત્રાલયે મંજૂરી આપી હોવાના અહેવાલ અંગે કેન્દ્ર સરકારે શું કરી સ્પષ્ટતા ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/27160247/Home-Ministry-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોરોના કાળમાં સ્કૂલ અને કૉલેજને ખોલવાને લઇને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટુ સ્ટેટમેન્ટ આપ્યુ છે. મંગળવારે ગૃહ મંત્રાલયે કહ્યું કે, હજુ સ્કૂલ અને કૉલે ખોલવા પર કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. દેશભરમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા પર હજુ પણ રોક છે.
મીડિયાના એક વર્ગમાં એવા રિપોર્ટ આવ્યા હતા કે મંત્રાલયે તમામ રાજ્યોમાં સ્કૂલ ખોલવાની અનુમતી આપી દીધી છે, બાદમાં ગૃહ મંત્રાલયના પ્રવક્તા તરફથી આને લઇને જાણકારી આપવામાં આવી છે.
પ્રવક્તાએ ટ્વીટ કર્યુ - કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એવો કોઇ નિર્ણય નથી લીધો, દેશભરમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા પર હજુ પણ રોક છે. કોરોના વાયરસ સંક્રમણના પ્રસારને રોકવા માટે માર્ચ મધ્યથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે.
નોંધનીય છે કે દુનિયાભરમાં કોરોનાનો કોહરામ હજુ પણ યથાવત છે. દુનિયાના 213 દેશોમાં કોરોનાએ તબાહી મચાવી રાખી છે.
![દેશમાં શાળા-કોલેજો ખોલવાની ગૃહ મંત્રાલયે મંજૂરી આપી હોવાના અહેવાલ અંગે કેન્દ્ર સરકારે શું કરી સ્પષ્ટતા ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/27160426/corona-11-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
મૂવી રિવ્યૂ
લાઇફસ્ટાઇલ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion