શોધખોળ કરો
Advertisement
Bigg Boss ફેમ અને ભાજપ નેતાના ઘરમાં થઈ ચોરી, 10 લાખ રોકડા, પિસ્ટલ સહિતનો સામાન ગાયબ
સોનાલી ફોગાટના ઘરે સીસીટીવી કેમેરા હતા, પરંતુ ચોર ડિજિટલ વીડિયો રેકોર્ડર (ડીવીઆર) લઈ ગયા હતા. જેમાં ફૂટેજ હતા.
બિગ બોસ 14 માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કરનાર ભાજપના નેતા સોનાલી ફોગાટના ઘરમાં ચોરી થઈ છે. હરિયાણાના હિસારમાં તેના ઘરેથી ઝવેરાત, લાઇસન્સ, રિવોલ્વર, 10 લાખ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની ચોરી થઈ છે. સોનાલી ફોગાટના કહેવા મુજબ, જ્યારે તેના ઘરમાં ચોરી થઈ ત્યારે ચંદીગઢમાં હતી.
હરિયાણા પોલીસનું કહેવું છે કે સોનાલી ફોગાટના ઘરે સીસીટીવી કેમેરા હતા, પરંતુ ચોર ડિજિટલ વીડિયો રેકોર્ડર (ડીવીઆર) લઈ ગયા હતા. જેમાં ફૂટેજ હતા. એચટીએમ એસએચઓ સુખીજીતે જણાવ્યું, ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. સોનાલી ફોગાટે પોતાની ફરિયાદમાં લગાવ્યું છે કે તે 9 ફેબ્રુઆરીએ ઘરને તાળું મારીને ચંદીગઢ ગઈ હતી. 15 ફેબ્રુઆરીના રોજ તેણી હિસાર આવી ત્યારે ઘરનું તાળું તૂટેલું જોયું હતું.
રોકડ સહિતની આ વસ્તુઓ ગાયબ થઈ
સુખજિતે વધુમાં જણાવ્યું હતું કે સોનાલીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેના ઘરમાંથી સોના-ચાંદીના ઘરેણા, પિસ્ટલ અને આઠ કારતુસ ગાયબ છે. સોનાલી ફોગાટે વર્ષ 2019 ની હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર આદમપુર બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ તે હારી ગઈ હતી. તાજેતરમાં જ તેણે વાઇલ્ડ કાર્ડ દ્વારા બિગ બોસમાં પ્રવેશ કર્યો હતો.
Bigg Boss ઘરમાં રહી એક મહિનો
સોનાલી ફોગાટ ભાજપ નેતા અને જાણીતી ટિકટોક સ્ટાર છે. નવા વર્ષ પહેલા સોનાલી શોમાં પ્રવેશ કર્યો હતો અને લગભગ એક મહિના સુધી તે બિગ-બોસના ઘરમાં રહી હતી.
Coronavirus: આ કોલેજમા 40 વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ, જાણો વિગત
Noida: શરીરસુખ માણવા ઈચ્છુકને મોકલવામાં આવતો છોકરીઓનો ફોટો, રૂમની હાલત જોઈ પોલીસ પણ ચોંકી ગઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
આરોગ્ય
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion