શોધખોળ કરો
Advertisement
Coronavirus: આ કોલેજમા 40 વિદ્યાર્થીનો કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ, જાણો વિગત
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,610 નવા કેસ નોંધાયા છે અને 100 લોકોના મોત થયા છે.
બેંગ્લુરુઃ દેશમાં કોરોનાનું સંક્રમણ હાલ કાબુમાં આવી રહ્યું છે. રસીકરણ શરૂ થયા બાદ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાનો ખતરો ઓછો થયા બાદ દેશના ઘણા રાજ્યોમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. સ્કૂલ-કોલેજોને સરકારની એસઓપી અંતર્ગત શરૂ કરવામાં આવ્યા છે.
આ દરમિયાન બેંગ્લુરુની એક નર્સિંગ કોલેજમાં 40 વિર્દ્યાર્થીઓનો કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો હતો. બેંગ્લુરુના મ્યુનિસિપલ કમિશ્નર એન મંજુનાથ પ્રસાદે જણાવ્યું, મંજુશ્રી નર્સિંગ કોલેજમાં ભણતા 210 વિદ્યાર્થીઓમાંથી 40નો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને ક્વોરન્ટાઈન કરી દેવાયા હતા અને કોલેજ કેમ્પસને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. આ સિવાય બોમન્નાહલીના એસએનએન રાજ લેકવ્યૂ એપાર્ટમેન્ટમાં 103 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ લોકોએ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. 103 પૈકી 96 લોકો 60થી વધુની ઉંમરના છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11,610 નવા કેસ નોંધાયા છે અને 100 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,09,37,320 પર પહોંચી છે. જેમાંથી 1,06,44,858 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,55,913 થયો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 1,36,549 છે. દેશમાં અત્યાર સુધીમાં 89,99,320 લોકોને રસી આપવામાં આવી છે.
Noida: શરીરસુખ માણવા ઈચ્છુકને મોકલવામાં આવતો છોકરીઓનો ફોટો, રૂમની હાલત જોઈ પોલીસ પણ ચોંકી ગઈ
IPL 2021: હરાજીના એક દિવસ પહેલા જ મેક્સવેલે કાઢી રોન, કહ્યું- આ ટીમ.....
Education Loan Information:
Calculate Education Loan EMI
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement