શોધખોળ કરો
મુકેશ અંબાણી, લતા મંગેશકર સહિત અનેક લોકોએ મોદીને પાઠવી શુભકામના
![મુકેશ અંબાણી, લતા મંગેશકર સહિત અનેક લોકોએ મોદીને પાઠવી શુભકામના How Bigwigs Like Anil Ambani Kumar Birla Amitabh Bachchan Wished Him On His Birthday મુકેશ અંબાણી, લતા મંગેશકર સહિત અનેક લોકોએ મોદીને પાઠવી શુભકામના](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/17101459/Modi-app-270x202.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: આજે એટલે કે 17મી સપ્ટેમ્બરે પીએમ મોદીનો 67મો જન્મદિવસ છે. આ નિમિત્તે દેશભરમાંથી મોદીને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. મોદીને શુભકામનાઓ પાઠવનારાઓમાં દિગ્ગજ લોકો પણ સામેલ છે જેમાં લતા મંગેશકર, આમિર ખાન, મુકેશ અંબાણી વગેરે. આ પ્રસંગે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ મોદીને એક પત્ર લખીને શુભકામના પાઠવી છે.
જણાવીએ કે નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર એક ખાસ એપ બનાવવામાં આવી છે. તેનું નામ નમો એપ રાખવામાં આવ્યું છે. તેને કોઈપણ વ્યક્તિ પોતાની તસવીરની સાથે જન્મદિવસની શુભકામના નરેન્દ્ર મોદીને મોકલી શકે છે. તેના બદલામાં એક ખાસ વીડિયો મોકલવામાં આવશે.
નરેન્દ્ર મોદીને અનેક સેલિબ્રિટીએ પણ શુભકામના પાઠવી છે. જેમાં લતા મંગેશરકર, અમિતાભ બચ્ચન, આમિર ખાન, ચંદા કોચર, મંકુશ અંબાણી, અનિલ અંબાણી, સંજય બરુ, ઉદય કોટક, માધુરી દિક્ષિત, કૈલાશ ખેર, પ્રિતિષ નાંદી, વેણુ શ્રિનાવાસન, કિરણ મઝુમદાર શો, પી ગોપીજંદ, પીવી સિંધુ, સાઈના નેહવાલ, સાનીઆ મિર્ઝા, શશી થરૂર, વિનોદ રાય, અરવિંદ પનગિયાના નામ સામેલ છે.
અહીં કેટલીક સેલિબ્રિટીના મેસેજ આ રીતે છે.
Lata Mangeshkar
ભગવાન તમને લાંબી જીવન આપે, એ જ મારી પ્રાર્થના. જ્યારથી તમે પ્રધાનમંત્રી બન્યા છો તમે તમારું કાર્ય ખૂબજ અસરકારક રીતે નિભાવ્યું છે. તમારો ઘણો વિરોધ પણથયો, પરંતુ તમે સત્યના માર્ગ પર ચાલતા રહ્યા. આપના આ વિશેષ ગુણ માટે હું તમને અભિનંદન કરું છું. મને વિશ્વાસ છે કે, તમે ભારતને નવી ઉંચાઈ સુધી પહોંચાડશો જેથી દરેક ભારતીયનું માથું ગર્વથી ઉંચું થશે. જે રીતે આજે સમગ્ર વિશ્વ હિંસામાં ધકેલાઈ ગયું છે, મને વિશ્વાસ છે કે, તમારી નીતિ હિંસાને હરાવી દેશે. ભગવાનના આશિર્વાદ સદાય તમારા પર રહે.
Aamir Khan
મારી એ જ પ્રાર્થના છે કે તમે હંમેશા સ્વસ્થ્ય રહો અને મને તમારી ઇચ્છા મુજબની ખુશીઓ મળે. આ વર્ષે તમારા માટે વિતેલા વર્ષની તુલનામાં સૌથી યાદગાર વર્ષ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)