શોધખોળ કરો

Lok Sabha Election: જમાનત જપ્ત થવાથી કેટલા રુપિયાનું થાય છે નુકસાન, આ ચૂંટણીમાં કેટલા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ?

Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થઈ ગયું છે. જનતાએ 542 ઉમેદવારોને સંસદમાં ચૂંટ્યા છે. જાણો આ વર્ષની ચૂંટણીમાં કેટલા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. આ પક્ષના સૌથી વધુ ઉમેદવારો છે.

Lok Sabha Election: 18મી લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. એનડીએ ગઠબંધન બહુમતી સાથે દેશમાં સરકાર બનાવી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે 543 બેઠકો પર કેટલા ઉમેદવારો મેદાનમાં હતા અને કેટલા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. જાણો કેટલા ઉમેદવારો તેમની ડિપોઝીટ જપ્ત થવાના કારણે કેટલા પૈસા ગુમાવે છે.

લોકસભા ચૂંટણી 2024

તમને જણાવી દઈએ કે 2024ની લોકસભા ચૂંટણીમાં 543 સીટો પર 8360 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જનતાએ આમાંથી 542 ઉમેદવારોને ચૂંટીને લોકસભામાં મોકલ્યા છે. હવે સવાલ એ છે કે 8360 ઉમેદવારોમાંથી કેટલા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ? ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી મુજબ 8360 ઉમેદવારોમાંથી 7193 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે.

કયા પક્ષના ઉમેદવારોની સૌથી વધુ ડિપોઝીટ જપ્ત થઈ છે?

મળતી માહિતી મુજબ, ડિપોઝીટ ગુમાવનારા સૌથી વધુ ઉમેદવારો બહુજન સમાજ પાર્ટી (BSP)ના છે. આ ચૂંટણીમાં BSPએ દેશભરમાં 488 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી 476ની જમાનત જપ્ત થઈ છે. તો રાષ્ટ્રીય પક્ષોની વાત કરીએ CPIM બીજા ક્રમે છે. સીપીઆઈએમએ ચૂંટણીમાં 52 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી 30 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. ત્રીજું સ્થાન NPPનું છે, જેના ત્રણ ઉમેદવારોમાંથી એકની ડિપોઝીટ જપ્ત થઈ છે. જ્યારે ટીએમસીએ 48 ઉમેદવારોને ટિકિટ આપી હતી, જેમાંથી પાંચ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ છે. આ ઉપરાંત કોંગ્રેસના 328માંથી 26 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ છે. જ્યારે ભાજપના 441 ઉમેદવારોમાંથી 27ની ડિપોઝીટ જપ્ત થઈ છે.

જમાનતની રકમ કેટલી હશે?

હવે સવાલ એ છે કે જમાનતની રકમ કેટલી છે. લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી, દરેક ઉમેદવારે સિક્યોરિટી તરીકે ચૂંટણી પંચ પાસે ચોક્કસ રકમ જમા કરાવવાની હોય છે. આ રકમને 'જમાનત રાશિ' અથવા સિક્યોરિટી ડિપોઝિટ કહેવામાં આવે છે. લોકસભા ચૂંટણી માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ 25,000 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ જમા કરાવવી પડશે. જ્યારે SC-ST ઉમેદવારોએ 12500 હજાર રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય વિધાનસભા ચૂંટણીમાં જનરલ કેટેગરીના ઉમેદવારોએ 10,000 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવવાના રહેશે અને SC-ST કેટેગરીના ઉમેદવારોએ 5,000 રૂપિયા જમા કરાવવા પડશે.

જમાનત ક્યારે જપ્ત થાય છે?

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, જો કોઈ ઉમેદવારને કોઈપણ ચૂંટણીમાં કુલ માન્ય મતોના 1/6 મત એટલે કે 16.67 ટકા મત ન મળે તો તેની ડિપોઝીટ જપ્ત થઈ જાય છે. આ સ્થિતિમાં ચૂંટણી પંચ સિક્યોરિટી ડિપોઝિટ પરત કરતું નથી. જો ઉમેદવાર 16.67% થી વધુ મત મેળવે છે, તો તેની સિક્યોરિટી ડિપોઝીટ પરત કરવામાં આવે છે. જ્યારે કોઈ ઉમેદવાર પોતાનું નામાંકન પાછું ખેંચે છે અથવા કોઈપણ કારણોસર તેનું નામાંકન રદ કરવામાં આવે છે. તે દરમિયાન સિક્યોરિટી ડિપોઝીટ પણ પરત કરવામાં આવે છે. આ ઉપરાંત વિજેતા ઉમેદવારની ડિપોઝીટ પણ પરત કરવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?Amreli Strike | લિલીયામાં ભૂગર્ભ ગટરને લઈને કરાયું બંધનું એલાન, જુઓ વીડિયોDelhi Rain | ભારે વરસાદ બાદ આખાય શહેરમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
36 વર્ષની હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, કહ્યું -ત્રીજા સ્ટેજમાં છે, હું બધું કરવા તૈયાર છું
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યના આ વિસ્તારમાં અતિભારે વરસાદથી પુર આવી શકે છેઃ અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના,  છત ધરાશાયી થતાં એકનું મોત, 5  લોકો ઇજાગ્રસ્ત
Delhi Airport Roof Collapse: દિલ્લીમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના, છત ધરાશાયી થતાં એકનું મોત, 5 લોકો ઇજાગ્રસ્ત
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
110થી વધુ દેશમાં ફેલાયેલ આ રોગને કારણે મહિલાઓનું ગર્ભપાત અને બાળકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી!
Embed widget