અવકાશ યાત્રી શુભાંશુ શુક્લાના આ 7 પરિક્ષણ ગગનયાન મિશન માટે કેવી રીતે વરદાનરૂપ થશે સાબિત
Gaganyaan Mission અવકાશયાત્રી શુભાંશુ શુક્લા તેમના ક્રૂ સાથે પૃથ્વી પર પાછા ફર્યા છે. ભારતના ગગનયાન મિશન માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે કારણ કે, તે ભારતનું પ્રથમ માનવયુક્ત મિશન હશે. પીએમ મોદીએ શુભાંશુની સફળતાને એક સીમાચિહ્નરૂપ ગણાવી. ઇસરોના ડિરેક્ટર નિલેશ એમ. દેસાઈએ કહ્યું કે શુભાંશુનો અનુભવ ગગનયાન મિશન માટે મહત્વપૂર્ણ રહેશે.

Gaganyaan Mission: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા મંગળવારે પૃથ્વી પર પરત ફર્યા. તેમનો ક્રૂ પણ તેમની સાથે પાછો ફર્યો. શુભાંશુનું આ મિશન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે ભારતે ગગનયાન મિશનને અવકાશમાં મોકલવાની તૈયારી કરી લીધી છે. આ મિશન ભારતનું પહેલું માનવરહિત મિશન હશે.
શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પગ મૂકનાર પ્રથમ ભારતીય છે. આ પહેલા અવકાશયાત્રી રાકેશ શર્માએ 41 વર્ષ પહેલાં અવકાશમાં મુસાફરી કરી હતી. શુભાંશુએ ISS પર 7 પરીક્ષણો કર્યા છે. આ પરીક્ષણોના પરિણામો અને શુભાંશુના અનુભવનો ઉપયોગ મિશન ગગનયાનમાં કરવામાં આવશે.
પ્રધાનમંત્રી મોદીએ શુભાંશુની સફળતાને એક સીમાચિહ્નરૂપ ગણાવી
શુભાંશુનું સ્વાગત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ભારતના પ્રથમ અવકાશયાત્રી તરીકે, તેમણે પોતાના સમર્પણ, હિંમત અને અગ્રણી ભાવનાથી અબજો સપનાઓને પ્રેરણા આપી છે.પ્રધાનમંત્રીએ કહ્યું, "આપણા પોતાના માનવ અવકાશ ઉડાન મિશન ગગનયાનની દિશામાં આ વધુ એક સીમાચિહ્નરૂપ છે."
I join the nation in welcoming Group Captain Shubhanshu Shukla as he returns to Earth from his historic mission to Space. As India’s first astronaut to have visited International Space Station, he has inspired a billion dreams through his dedication, courage and pioneering…
— Narendra Modi (@narendramodi) July 15, 2025
શુભાંશુનો અનુભવ ISROના ગગનયાન મિશનમાં મદદ કરશે
ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર નિલેશ એમ. દેસાઈએ જણાવ્યું હતું કે, "શુભાંશુ શુક્લાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર તેમના સમય દરમિયાન મળેલો અનુભવ આગામી બે વર્ષમાં નિર્ધારિત ગગનયાન મિશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ તેમના (શુભાંશુ) માટે એક અવિસ્મરણીય અનુભવ રહ્યો છે. તેમણે અવકાશ મથક પર ઘણા પ્રયોગો કર્યા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગગનયાન મિશન આ વર્ષના અંતમાં માનવરહિત ઉડાનથી શરૂ થશે. તેમણે કહ્યું, "આ વર્ષે અમે એક માનવરહિત મિશન લોન્ચ કરીશું, ત્યારબાદ બે વધુ માનવરહિત ઉડાન શરૂ કરીશું. આ પછી, ગગનયાન દ્વારા એક ભારતીય અવકાશયાત્રીને અવકાશમાં મોકલવામાં આવશે. તે બે થી સાત દિવસ અવકાશમાં રહેશે અને પછી પૃથ્વી પર પાછો ફરશે."





















