શોધખોળ કરો
Advertisement
હૈદ્રાબાદના આ પોલીસ કમિશ્નર એન્કાઊન્ટર-મેનના નામથી ઓળખાય છે, જાણો કોણ છે?
હૈદરાબાદમાં થોડા સમય પહેલા જ રેપ અને બાદમાં યુવતીને જીવતી સળગાવી દેવાની ઘટના સામે આવી હતી.
નવી દિલ્હીઃ હૈદ્રાબાદ ગેંગરેપના ચારેય આરોપીને પોલીસે એન્કાઊન્ટરમાં ઠાર માર્યા છે. આ એન્કાઊન્ટર નેશનલ હાઈવે-44 પર થયું છે. કહેવાય છે કે, પોલીસ આ ચારેય લોકોને ઘટનાસ્થલે લઈ જઈ રહી હતી જ્યાંથી ચારેયે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ પોલીસે ચારેય આરોપીઓનું એન્કાઊન્ટર કર્યું. હૈદ્રાબાદના બહારના વિસ્તાર શમશાબાદમાં 27 નવેમ્બરે રાત્રે ચાર ટ્રક ડ્રાઈવરો અને ક્લીનરે મળીને મહિલા ડોક્ટરની સાથે ગેંગરેપ કરી તેને સળગાવીને મારી નાખી હતી.
જણાવીએ કે હાલમાં સાઈબરાબાદ પોલીસની કમાન એવી વ્યક્તિના હાથમાં છે જે એન્કાઊન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે ઓળખાય છે, સાઈબરાબાદ પોલીસના કમિશ્નર વી. સી. સજ્જનાર છે.
હૈદરાબાદમાં થોડા સમય પહેલા જ રેપ અને બાદમાં યુવતીને જીવતી સળગાવી દેવાની ઘટના સામે આવી હતી. જેના કારણે સમગ્ર દેશ હચમચી ગયો હતો. આ ઘટનાનાં પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. આ હિચકારી કૃત્ય બદલ આરોપીઓને તાત્કાલિક સજા આપવાની માગ કરવામાં આવી હતી. જે પછી પોલીસે આજે ચારે આરોપીઓને ઘટનાનું રિ-કન્સ્ટ્ર્ક્શન કરવા માટે લઈ ગઈ હતી જ્યાં ભાગવાની કોશિષ કરતાં આરોપીઓને ઢેર કરી દેવામાં આવ્યા હતા.
આ પહેલા 2008માં તેલંગણાના વારંગલમાં કોલેજની યુવતી પર તેજાબ ફેંકવામાં આવ્યું હતું. ત્યારે પણ વિવાદ થયો હતો. બાદમાં ત્રણે આરોપીઓના એન્કાઊન્ટર કરી નાંખવામાં આવ્યા હતા. આરોપીઓ પોલીસની નજર હેઠળ હતા ત્યારે અચાનક તેમણે પોલીસ પર હુમલો કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં પોલીસે આ આરોપીઓનું એન્કાઊન્ટર કરી નાંખ્યું હતું.
માત્ર રેપના જ આરોપી નહીં પરંતુ માઓવાદીઓની એન્કાઊન્ટર ટીમનો પણ તેઓ ભાગ રહી ચૂક્યા છે. હૈદરાબાદમાં પોલીસ કમિશ્નર તરીકે તેમણે દોઢ વર્ષથી જ કમાન સંભાળી છે. જો કે હવે એન્કાઊન્ટરની ન્યાયિક તપાસ થશે. કારણ કે તમામ વસ્તુઓને બારીકીથી જોવામાં આવશે કે એન્કાઊન્ટર જરૂરી હતું કે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion