શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પંકજા મુંડેએ વધાર્યું સસ્પેન્સ, કહ્યું- મારા પર લાગેલા આરોપથી વ્યથિત છું, 12 ડિસેમ્બર સુધી રાહ જુઓ
પંકજા મુંડેએ કહ્યું, હું પાર્ટીની ઈમાનદાર કાર્યકર્તા રહી છું. મેં પાર્ટી માટે કામ કર્યું છે. હું મારા પર લાગેલા આરોપોથી વ્યથિત છું. હું 12 ડિસેમ્બરે બોલીશ, હાલ કંઈ કહેવું નથી.
મુંબઈઃ ભાજપના કદ્દાવર નેતા રહેલા ગોપીનાથ મુંડેની દીકરી પંકજા મુંડે પાર્ટીના નેતૃત્વથી ખુશ નથી. ગઈકાલે તેણે ટ્વિટર બાયોમાંથી ભાજપનું નામ હટાવી દીધું હતું અને આ પહેલા ફેસબુક પોસ્ટ કરીને 12 ડિસેમ્બર સુધી રાહ જોવા કહ્યું હતું. તેણે કહ્યું કે, મારા પર દબાણની રાજનીતિ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
પંકજા મુંડેએ કહ્યું, હું પાર્ટીની ઈમાનદાર કાર્યકર્તા રહી છું. મેં પાર્ટી માટે કામ કર્યું છે. હું મારા પર લાગેલા આરોપોથી વ્યથિત છું. હું 12 ડિસેમ્બરે બોલીશ, હાલ કંઈ કહેવું નથી.
પંકજાએ કહ્યું, 2014માં કહેવામાં આવ્યું કે હું મુખ્યમંત્રી પદ ઈચ્છતી હતી અને આજે એમ કહેવામાં આવી રહ્યું છે કે મારી ફેસબુક પોસ્ટ પાર્ટીમાં પદ મેળવવાની રણનીતિ છે. મને લાગે છે કે, મારી પાસેથી હોદ્દો છીનવી લેવા ફેસબુક પોસ્ટ દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. પંકજા મુંડે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પરલી વિધાનસભા સીટ પરથી પિતરાઈ ભાઈ ધનજંય મુંડે સામે હારી ગઈ હતી. પંકજાના સમર્થકોએ તેની હાર માટે દેવેન્દ્ર ફડણવીને જવાબદાર ગણાવ્યા હતા. પંકજાએ જાહેરમાં ફડણવીસ વિશે કશું કહ્યું નથી પરંતુ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સામે પોતાની વાત જરૂર રાખી છે. પંકજા શિવસેનામાં સામેલ થઈ શકે તેવી અટકળો થઈ રહી છે. ઉદ્ધવ ઠાકરે સીએમ બન્યા બાદ પંકજાએ ટ્વિટ કરીને તેમની પ્રશંસા કરી હતી અને શુભકામના પણ પાઠવી હતી. શિવસેનાના નેતા સંજય રાઉતને જ્યારે પૂછવામાં આવ્યું કે પંકજા મુંડે શિવસેનામાં સામેલ થઈ રહી છે? જેના જવાબમાં કહ્યું કે અનેક નેતા શિવસેનાના સંપર્કમાં છે. ક્રિકેટ પ્રેમીઓ આનંદો, કોહલી-ધોની સહિતના ધૂરંધરો અમદાવાદમાં રમતા જોવા મળી શકે છે જૂનાગઢઃ કેશોદ અને માળીયા હાટીનામાં કમોસમી વરસાદ; ઘઉં, ડુંગળીના પાકને ભારે નુકસાનની ભીતિ અમરેલીઃ પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર લગાવાયું એક નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાPankaja Munde: I have been an honest worker of the party (BJP), I have worked for the party. And I am distressed at allegations against me. I will speak on December 12 now, wouldn't want to say more right now. pic.twitter.com/IkEFTxQsLi
— ANI (@ANI) December 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion