શોધખોળ કરો
Advertisement
અમરેલીઃ પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર લગાવાયું એક નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
દરિયો તોફાની બનવાના પગલે માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે. હાલ અમરેલી જિલ્લાની કુલ 700 જેટલી બોટો દરિયામાં છે.
અમરેલીઃ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોથી ડિસેમ્બરના રોજ સામાન્ય કમોસમી વરસાદ પડશે. અરબી સમુદ્રમાં ઉદભવેલા લો પ્રેશરના કારણે અમરેલીના પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઉપરાંત માછીમારોને સાત ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
દરિયો તોફાની બનવાના પગલે માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે. હાલ અમરેલી જિલ્લાની કુલ 700 જેટલી બોટો દરિયામાં છે. રાજ્યના આણંદ, સુરત,ભરૂચ,વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં કમોસમી વરસદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.
હવામાન વિભાગના ડાયરેટર ડો.જયંત સરકારે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં લો-પ્રેશર અને દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં વેલમાર્ક એમ બે લો-પ્રેશર સક્રિય છે. હાલમાં અમદાવાદ સહિત ગુજરાતનાં મોટાભાગના શહેરોમાં ઠંડા પવનથી ભેજ વધતાં ઠંડક વધી છે. 4 અને 5 ડિસેમ્બરે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ અને જૂનાગઢમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.
Xiaomi એ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, ત્રણ મહિનામાં વેચ્યા Redmi Note 8 સીરિઝના અધધ ફોન
ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી કોનું બોલિંગ આક્રમણ છે શ્રેષ્ઠ ? રિકી પોન્ટિંગે આપ્યો આવો જવાબ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement