શોધખોળ કરો

જૂનાગઢઃ કેશોદ અને માળીયા હાટીનામાં કમોસમી વરસાદ; ઘઉં, ડુંગળીના પાકને ભારે નુકસાનની ભીતિ

વરસાદના કારણે ઘઉં, ડુંગળી, ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ પહેલા સતત વરસાદથી મગફળી અને બાદમાં ઈયળના ઉપદ્રવથી કપાસનો પાક નિષ્ફળ ગયો હતો.

જૂનાગઢઃ ધરતીપુત્રોને કમોસમી વરસાદની કળ હજુ નથી વળી ત્યાં ફરી એક વખત જગતના તાત માટે માઠા સમાચાર આવ્યા છે. દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સાંજે જૂનાગઢના માળીયા હાટીના તાલુકમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. ઉપરાંત કેશોદના કોયલાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો.  જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. વરસાદના કારણે ઘઉં, ડુંગળી, ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ પહેલા સતત વરસાદથી મગફળી અને બાદમાં ઈયળના ઉપદ્રવથી કપાસનો પાક નિષ્ફળ ગયો હતો. અરબી સમુદ્રમાં ઉદભવેલા લો પ્રેશરના કારણે આજે અમરેલીના પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને સાત ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયો તોફાની બનવાના પગલે માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે. હાલ અમરેલી જિલ્લાની કુલ 700 જેટલી બોટો દરિયામાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ચોથી ડિસેમ્બરના રોજ સામાન્ય કમોસમી વરસાદ પડશે. વરસાદની આગાહીને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના  આણંદ, સુરત,ભરૂચ,વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં  કમોસમી વરસદની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. એક તરફ કમોસમી વરસાદના રાહત પેકેજ અને વીમા કંપનીઓની ધીમી કામગીરીથી ખેડૂતો પીડાઈ રહ્યા છે, તેવામાં ફરીથી કમોસમી વરસાદથી જગતના તાતના હાલ બેહાલ થયા છે. જે ખેડૂતોએ રવિ પાકની વાવણીની તૈયારી કરી છે તેઓ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. અમરેલીઃ પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર લગાવાયું એક નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના Xiaomi એ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, ત્રણ મહિનામાં વેચ્યા Redmi Note 8 સીરિઝના અધધ ફોન ભારત અને ઓસ્ટ્રેલિયામાંથી કોનું બોલિંગ આક્રમણ છે શ્રેષ્ઠ ? રિકી પોન્ટિંગે આપ્યો આવો જવાબ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Atul Subhash Suicide Case: ‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ  કર્યો આપઘાત
Atul Subhash Suicide Case:‘પુરૂષો માટે નથી કોઇ કાયદો’ પત્નીના ટોર્ચરથી પરેશાન એન્જિનિયર પતિએ કર્યો આપઘાત
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'પતિ સાથે અંગત બદલો લેવા માટે દહેજના કાયદાનો થઇ રહ્યો છે ખોટો ઉપયોગ,' સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Fake PAN- Aadhar: નકલી આધાર અને પાન કાર્ડ રાખવા પર કેટલી મળે છે સજા? જાણો નિયમ
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
દિલ્હીમાં વિદ્યાર્થીઓની બલ્લે-બલ્લે, બિઝનેસ શરૂ કરવા સરકાર આપી રહી છે સીડ મની, આવો છે પ્રૉગ્રામ
પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ  ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
પુષ્પા 2એ કલ્કિને આપી ધોબી પછાડ,બની ગઇ ઇન્ડિયાની સૌથી ચોથી હાઇએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
'કોરોનાની રસી નહીં, આ પાંચ કારણો દેશમાં યુવાઓના થઇ રહ્યાં છે અચાનક મોત' - સરકારે રજૂ કર્યો રિપોર્ટ
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
રાજકોટમાં અશાંતધારાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, હિંદુઓના નામે મુસ્લિમો ખરીદી રહ્યા છે મકાનો
Embed widget