શોધખોળ કરો
Advertisement
ડુંગળીના વધતા જતા ભાવ પર નાણામંત્રી સીતારમણે કહ્યું- હું એટલા ડુંગળી-લસણ ખાતી જ નથી કે.....
આ પહેલા એનસીપી સાંસદ સુપ્રિયા સુલએ એનપીએ અને ડુંગળીના ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો.
નવી દિલ્હીઃ દેશમાં ડુંગળીની કિંમને લઈને આમ આદમી બેહાલ છે અને વિપક્ષ મોદી સરકાર પર તેને લઈને સવાલ ઉઠાવી રહ્યું છે. જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે કહ્યું કે, તે એટલું લસણ, ડુંગળી નથી ખતા અને તેઓ એવા પિરવારમાંથી આવે છે જ્યાં ડુંગળી-લસણનો વધારે કોઈ મતલબ નથી. નિર્મલા સીતારમણના આ જવાબ પર સંસદમાં બધા હસવા લાગ્યા હતા.
નાણામંત્રી મહારાષ્ટ્રના બારામતીથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના સાંસદ સુપ્રિયા સુલેના પ્રશ્નોનો જવાબ આપવા માટે ઉભા થયા હતા. આ દરમ્યાન કેટલાંક સભ્યોએ પ્રશ્ન કર્યો કે શું તમે (નિર્મલા સીતારમણ) ડુંગળી ખાઓ છો. સભ્યોના આ પ્રશ્ન પર નિર્મલા સીતારમણે આ જવાબ આપ્યો.
આ પહેલા એનસીપી સાંસદ સુપ્રિયા સુલએ એનપીએ અને ડુંગળીના ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. સુપ્રિયા સુલેએ કહ્યું કે, હું સરકારને ડુંગળી અંગે એક નાનકડો પ્રશ્ન કરવા માગું છું. સરકાર ઇજિપ્તથી ડુંગળી મંગાવી રહી છે, ડુંગળીની વ્યવસ્થા કરી રહી છે, હું સરકારના આ પગલાંના વખાણ કરું છું. હું મહારાષ્ટ્રથી આવી છું અને મહારાષ્ટ્રમાં મોટાપાયે ડુંગળી થાય છે પરંતુ હું પૂછવા માંગીશ કે ડુંગળીનું ઉત્પાદન કેમ ઘટ્યું? આપણે ચોખા અને દૂધ સહિત ઘણી બધી વસ્તુઓની નિકાસ કરીએ છીએ. નાનકડા ખેડૂત ડુંગળીનું ઉત્પાદન કરે છે અને તેમને બચાવાની જરૂર છે. વાત એમ છે કે સુપ્રિયા સુલેના પ્રશ્ન બાદ નિર્મલા સીતારમણ જવાબ આપવા માટે ઉભા થયા, એ સમયે તેમને ડુંગળી ખાવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો. પોતે ડુંગળી ખાય છે કે નહીં તેનો જવાબ આપી નાણાંમંત્રીએ ડુંગળીના ખેડૂતો માટે સરકારની નીતિઓ અંગે જણાવ્યું હતું.#WATCH: FM Sitharaman says "Main itna lehsun, pyaaz nahi khati hoon ji. Main aise pariwar se aati hoon jaha onion, pyaaz se matlab nahi rakhte" when an MP intervenes&asks her 'Aap pyaaz khaate hain?' while she was answering NCP's Supriya Sule's ques on production&price of onions. pic.twitter.com/i6OG7GN775
— ANI (@ANI) December 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement