Pralay On LAC: ચીન સાથે તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાની કવાયત, રાફેલ-સુખોઇ બતાવશે તાકાત
આ યુદ્ધ અભ્યાસને 'પ્રલય' નામ આપવામાં આવ્યું છે. વાયુસેના સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ મુખ્ય એરબેઝ પરથી કવાયત હાથ ધરવામાં આવશે
Pralay Exercise On LAC: ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય એરફોર્સ ઉત્તરપૂર્વ ભારતમાં એક મોટી કવાયત કરવા જઈ રહી છે. આ યુદ્ધ અભ્યાસને 'પ્રલય' નામ આપવામાં આવ્યું છે. વાયુસેના સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે તમામ મુખ્ય એરબેઝ પરથી કવાયત હાથ ધરવામાં આવશે. તાજેતરમાં તૈનાત ‘ડ્રોન સ્ક્વોડ્રન’ પણ તેનો એક ભાગ હશે.
Indian Air Force to hold Exercise ‘Pralay’ along LAC in northeast amid standoff with China#IAF #Pralay #Exercisehttps://t.co/JyUGZdWQKV
— ANI (@ANI) January 21, 2023
S-400 એર ડિફેન્સ સ્ક્વોડ્રન પણ તૈનાત
‘પ્રલય’ એક્સરસાઇઝ એવા સમયે થઈ રહી છે જ્યારે ભારતીય વાયુસેનાએ પૂર્વ સેક્ટરમાં S-400 એર ડિફેન્સ સ્ક્વોડ્રન તૈનાત અને એક્ટિવ કરી છે, જે 400 કિમીની અંદર દુશ્મનના કોઈપણ વિમાન અથવા મિસાઈલને દૂરથી નષ્ટ કરી શકે છે. દુનિયાના બહુ ઓછા દેશો પાસે આ પ્રકારની એર ડિફેન્સ સિસ્ટમ છે. ભારતે આ સોદો રશિયા સાથે અબજો ડોલરમાં કર્યો છે.
તાજેતરના મહિનાઓમાં બીજી કમાન્ડ-લેવલ કવાયત
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતીય વાયુસેનાની 'પ્રલય' કવાયતમાં પરિવહન અને અન્ય વિમાનો તેમજ રાફેલ અને સુખોઈ-30 સહિતના અનેક ફાઈટર જેટ્સ જોવા મળશે. તાજેતરના મહિનાઓમાં IAF દ્વારા કરવામાં આવી રહેલી આ બીજી કમાન્ડ-લેવલ કવાયત છે.
તાજેતરમાં ભારતીય વાયુસેનાએ સિક્કિમ અને સિલીગુડી કોરિડોર સેક્ટરમાં પ્રતિકૂળ ગતિવિધિઓ પર દેખરેખ રાખવા માટે તેની ક્ષમતાઓને વધારવા માટે અન્ય બેઝ પરથી ડ્રોનની એક ટુકડીને ઉત્તર-પૂર્વમાં સ્થાનાંતરિત કરી છે.
અધિકારીઓને ટાંકીને ન્યૂઝ એજન્સી એએનઆઈએ કહ્યું કે ચીન ડોકલામ ક્ષેત્રમાં પણ પોતાની ગતિવિધિઓ વધારી રહ્યું છે અને ભારતીય સુરક્ષા એજન્સીઓ તેના પર સતત નજર રાખી રહી છે.
શિલોંગમાં ભારતીય વાયુસેનાના પૂર્વીય વાયુ કમાન્ડ પાસે ચીનની સરહદ તેમજ સમગ્ર ઉત્તરપૂર્વમાં દેખરેખ માટે એરફિલ્ડ છે અને ઘણી વખત જ્યારે ચીની વિમાનો LACની ખૂબ નજીકથી ઉડવાની અથવા ભારતીય સ્થિતિ તરફ જવાનો પ્રયાસ કરે છે ત્યારે ફાઇટર પ્લેન તેમનો પીછો કરે છે.
Jammu Kashmir Blast: જમ્મુના નરવાલ વિસ્તારમાં બે બ્લાસ્ટ, 6 લોકો ઘાયલ, રાહુલ ગાંધીની સુરક્ષાને લઇને સવાલ
Blast In Jammu: જમ્મુના નરવાલ વિસ્તારમાં શનિવારે સવારે બે બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં 6 લોકો ઘાયલ થયા છે. પોલીસ ઘટનાસ્થળે પહોચીને તપાસ શરૂ કરી છે.
જમ્મુ-કાશ્મીરના નરવાલ વિસ્તારમાં શનિવારે સવારે બે બ્લાસ્ટ થયા હતા. જમ્મુ ઝોનના એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે આ વિસ્ફોટમાં 6 લોકોના ઘાયલ થવાની માહિતી મળી છે. વિસ્ફોટ બાદ જમ્મુ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે બે વાહનોમાં વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે, જેના કારણે 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.