ABP Ideas of India Summit 2025: ABP નેટવર્કના ચીફ એડિટર અતિદેબ સરકારે કહ્યુ- 'આજે માનવીય ભાવનાઓને નવી રીતે સમજવાની જરૂર'
અતિદેબ સરકારે સ્વાગત ભાષણ આપ્યું અને બે દિવસની સમિટ શરૂઆત કરી હતી.

Ideas of India Summit 2025: Ideas of India Summitની ચોથી સીઝન આજે (21 ફેબ્રુઆરી)એ શરૂ થઇ હતી. તેની યજમાની એબીપી નેટવર્ક કરી રહ્યું છે. આ સમિટ બે દિવસ સુધી ચાલશે. આ સમિટની શરૂઆતમાં પ્રખ્યાત ગાયક અને સંગીતકાર સંજીવની ભેલાંડેએ સરસ્વતી વંદના રજૂ કરી હતી. એબીપી નેટવર્કના ચીફ એડિટર અતિદેબ સરકારે સ્વાગત ભાષણ આપ્યું અને બે દિવસની સમિટ શરૂઆત કરી હતી.
એબીપી નેટવર્કના ચીફ એડિટરે તમામનું સ્વાગત કર્યું હતુ
સમિટમાં આવેલા લોકોનું સ્વાગત કરતા એબીપી નેટવર્કના ચીફ એડિટર અતિદેબ સરકારે જણાવ્યું હતું કે, " Ideas of India 2025માં તમારું સ્વાગત છે. કેટલાક નવા લોકો સામે આવી રહ્યા છે અને આ આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ છે. આઇટીએ વિશેષ કુશળતાને અબજો લોકો સુધી પહોંચાડી છે. તેનાથી ડેટા માઇનિંગથી લઇને બીમારીના જોખમનું આંકલન પણ થઇ જાય છે. બીજી તરફ એક દોડ અવકાશમાં ચાલી રહી છે. જેમાં ભારત પણ સામેલ છે. વૈજ્ઞાનિક આ સમયે શાશ્વત જીવનની સંભાવનાઓ શોધી રહ્યા છે પરંતુ આપણને કોણ રોકી રહ્યું છે? આપણે પોતાને રોકી રહ્યા છીએ.
ચીફ એડિટરે વધુમાં જણાવ્યું હતું કે, "ઘણા લોકોને ડર છે કે એઆઈ માનવજાતિને અર્થહીન અથવા લુપ્ત કરશે. રાજકીય અને બિન-સરકારી લોકો ખોટી માહિતી ફેલાવવા માટે આપણા ઓનલાઇન ડેટાનો ઉપયોગ કરી રહ્યા છે. અવકાશને લઇને શરૂ થયેલી દોડ આપણી બગડતી રાજનીતિનું એક પ્રતિબંધ છે. અનેક અર્થવ્યવસ્થાઓ અગાઉથી જ પોતાની વસ્તીની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સંઘર્ષ કરી રહી છે. અનેક મોટા અનેક સવાલો આપણી સામે છે અને અહી કેટલાકના જવાબો આપવામાં આવ્યા છે.
'નેતૃત્વ, સહયોગ અને કોમન સેન્સની જરૂર'
એઆઈના ઉપયોગને લઇને ચીફ એડિટર અતિદેબ સરકારે કહ્યું હતું કે "એઆઈનું જાહેર હિતમાં નિયમન કરવું જોઈએ. નાગરિકોએ ખોટી માહિતીના સ્ત્રોતોને ઓળખવા માટે ડેટા માઇનિંગ ટૂલ્સનો ઉપયોગ કરવો જોઈએ. અવકાશ માટે આધારભૂત નિયમોને પૃથ્વી અને તેનાથી ઉપર લાગુ કરવું જોઇએ. જેમ જેમ દેશોની ઉંમર વધે છે, લોકોએ પોતાની વર્કિંગ લાઇફને વધારવાની આવશ્યકતા છે. જ્યારે ઓફિસોને વધુ લવચીક બનવાની જરૂર છે. આપણે નેતૃત્વ, સહયોગ અને થોડી સામાન્ય બૃદ્ધિની જરૂર છે. માનવતા અને માનવીય ભાવનાને નવીકરણ કરવાની જરૂરિયાત છે. એ આપણને આગામી પડાવ સુધી લઇ જશે.

